Sunday, September 22, 2024

મોરબીના મણી મંદીર પાસે દરગાહનુ ધાર્મિક દબાણ કરનાર મુંઝાવરની અમદાવાદ એરપોર્ટ પરથી ધરપકડ કરી

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબીના મણી મંદીર પાસે ગેરકાયદેસર રીતે મસ્જીદનુ ધાર્મિક દબાણ કરવામાં આવ્યું હતું જેને હટાવવાની હેરીટેઝ બચાવ સંઘર્ષ સમિતિ દ્વારા અનેક વખત રજૂઆતો કરવામાં આવી હતી. અને એક બે નહીં પણ અનેક નોટિસ આપી આં ગેરકાયદેસર મસ્જીદ માન સન્માન સાથે જાતે દૂર કરવા સૂચના આપી હતી તેમ છતાં તમામ નોટિસને નજર અંદાજ કરવામાં આવી હતી. મણી મંદીરની બાજુમાં મસ્જિદનું દબાણ કરનારની સામે મોરબી માર્ગ મકાન વિભાગના અધિકારી દ્વારા લેન્ડ ગ્રેબિગની ફરિયાદ કરવામાં આવી હતી જેના આધારે પોલીસે મસ્જીદના મુંજાવર સામે ગુન્હો નોંધીને તેને પકડી પાડવા માટે શોધખોળ શરૂ કરવામાં આવી હતી તે દરમ્યાન આરોપીને પોલીસે અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપી પાડયો હતો.

મોરબીના ઐતિહાસિક સ્મારક મણી મંદીરની બાજુમાં મસ્જિદનું ધાર્મિક દબાણ કરવામાં આવ્યું હતું. તેને હટાવવાની માંગ સાથે હેરીટેઝ બચાવ સંઘર્ષ સમિતિ દ્વારા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતુ. જથી તંત્ર દ્વારા આ બાબતે કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં ગત તા ૨૬ નાં રોજ આં બાબતની ફરિયાદ મોરબી સિટી એ ડિવિઝન પોલીસમથકમાં કરવામાં આવતા પીઆઈ સહિતની ટીમે કલેકટરનાં અભિપ્રાય બાદ લેન્ડ ગેબિંગનો ગુન્હો નોંધ્યો હતો. જેમાં મસ્જિદ મુંઝાવર હાશમશા ઝાકિરશા ફકીર (ઉ.વ.૬૦ રહે.ભરવાડ શેરી મસ્જિદની સામે,મોરબી) નાસતા ફરતા હતા જેમાં મોરબી પોલીસે આરોપીને ઝડપી પાડવા ખાસ ટીમ બનાવી હતી અને ઇન્ટરનેશનલ શો કોઝ નોટીસ પણ જાહેર કરી હતી ત્યારે આજે મસ્જિદના મૂંઝાવર હાશમશા ને અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપી પાડેલ છે અને આરોપીને એ ડિવિઝન પોલીસને સોંપી આરોપીના રિમાન્ડ માંગવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર