મોરબીના પ્રેમજીનગર ગામે થયેલ ખુનના ગુન્હાના ઇસમને ગણતરીના કલાકોમા મોરબી પોલીસે ઝડપી પાડયો
મોરબી: મોરબી તાલુકાના પ્રેમજીનગર ગામે થયેલ ખુનના ગુન્હાના આરોપીને ગણતરીના કલાકોમા મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયો છે.
મોરબી તાલુકા પોલીસ સ્ટેશન એ-પાર્ટ આઇ.પી.સી કલમ-૩૦૨,૩૨૪ તથા જી.પી.એક્ટ કલમ-૧૩૫ મુજબનો ગુન્હો તા-૨૬/૦૧/૨૦૨૨ ના રોજ જાહેર થયેલ છે. ફરીયાદી જીતેન્દ્રભાઇ ઉંર્ફે જીતુભાઇ રામજીભાઇ રાણવા ઉ.વ.૩૨ રહે.હાલ પ્રેમજીનગર (મકનસર) તા.જી.મોરબી મુળ ગામ મોટા રામપર તા.ટંકારા જી.મોરબી વાળાએ પોતાની ફરીયાદ જાહેર કરેલ કે, આરોપીએ મોટા રામપર ગામે આવેલ પોતાનુ મકાન વહેંચેલ હોય તેના રૂપીયા બાબતે મરણજનાર ગંગાબેન રામજીભાઇ રાણવા સાથે ઝધડો થતા મરણજનારને છરીથી છાતીના ભાગે ઘા કરી ગંભીર ઇજા કરી તથા જમણા હાથે છરીનો ધા કરી, મોત નિપજાવી ફરીયાદીને પણ ડોકથી નીચેના ભાગે છરી વડે ઇજા કરી જીલ્લા મેજી, મોરબીના હથીયારબંધી જાહેરનામાનો ભંગ કરી ગુન્હો કરેલ હોય જેથી ગુન્હો રજી.કરી આગળની તપાસ હાથ ધરી હતી.
પોલીસની અલગ અલગ ટીમો બનાવી આરોપીની શોધખોળ ચાલુ હતી દરમ્યાન પ્રેમજીનગર ગામની પાછળ આવેલ ધાર વિસ્તારમાંથી આરોપી નામે રામજીભાઇ ચકુભાઇ રાણવા જાતે ઉ.વ.૬ર રહે. હાલ પ્રેમજીનગર (મકનસર) તા.જી.મોરબી મુળ મોટા રામપર તા.ટંકારા જી.મોરબી વાળા મળી આવતા પોલીસ સ્ટેશન ખાતે લાવી પુછપરછ કરતા આરોપીએ ગુન્હો કરેલ હોવાની કબુલાત આપતો હોય જેથી આરોપીનો કોરોના ટેસ્ટ કરાવતા જે નેગેટીવ આવતા મ આરોપીને આજે અટક કરી આગળની કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.