Sunday, September 29, 2024

મોરબીના નાગડાવાસ પાસે બંધ આઇસર ટ્રક પાછળ ઈકો કાર અથડાતાં બે ઈજાગ્રસ્ત

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબી માળિયા હાઈવે રોડ પર નાગડાવાસ ગામના પાટીયા નજીક હાઈવે રોડ ઉપર બંધ આઇસર ટ્રક પાછળ ઈકો કાર અથડાતાં બે વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા હતા. આ બનાવ અંગે ઈકો કાર ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ જામનગર શંકર ટેકરી નેહરૂનગર દિગવિજય પ્લોટ નં -૪૯ શેરી નં -૬ માં રહેતા રોહીતભાઈ ઉર્ફે રવિભાઈ ધીરજભાઈ રાઠોડ (ઉ.વ.૨૧) એ આરોપી ઈકો કાર રજીસ્ટર નંબર-GJ-03-MB-8034 ના ચાલક વિશાલભાઈ જશુભાઇ ગોંડલીયા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૦૧-૦૧-૨૦૨૩ ના રોજ આશરે સાડા દશેક વાગ્યાના અરસામાં આરોપીએ પોતાની હવાલા વાળી ઇકો કાર નંબર GJ-03-MB-8034 પુર ઝડપે અને ગફલત ભરી રીતે માણસોની જીંદગી જોખમાય તે રીતે ચલાવી રોડની સાઇડમા પડેલ આઇસર નંબર GJ-14-Z-1873 ના ઠાઠાના પાછળના ભાગે ભટકાડી ફરીયાદીના માતા સવિતાબેનને બન્ને પગમા તથા મોઢાના ભાગે તથા ફરીયાદીના બહેન શિલ્પાને કમરના ભાગે ઇજા કરી ફરીયાદીની માતાને ડાબા પગમા ફેકચર જેવી ઇજાઓ પહોંચાડી હતી. આ બનાવ અંગે રોહીતભાઈએ આરોપી ઈકો કારના ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ આઇ.પી.સી. કલમ ૨૭૯, ૩૩૭,૩૩૮ તથા એમ વી એકટ કલમ-૧૭૭, ૧૮૪, તે મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર