મોરબી તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન જાંબુડીયા ગામેથી વિદેશ દારૂના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડી પ્રોહીબિશન એકટ અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ મોરબી તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન જાંબુડીયા ગામ ધર્મસિદ્ધિ સોસાયટીમાં રહેતા રજનીકાંતભાઈ બાબુભાઈ ચૌહાણે પોતાના રહેણાંક મકાનમાં વિદેશી દારૂની જથ્થો છુપાવીને રાખ્યો હોવાની બાતમીના આધારે તપાસ કરતા મકાનમાંથી વિદેશી દારૂની બોટલ નંગ ૩૦ કીમત રૂ.૧૧૨૫૦ મળી આવતા રજનીકાંતભાઈ ચૌહાણની અટક કરી મુદામાલ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
મોરબી જિલ્લા વિકાસ અધિકારીના સીધા માર્ગદર્શન હેઠળ આરોગ્ય શાખા જિલ્લા પંચાયત મોરબી દ્વારા GCRI અમદાવાદ તથા સૌરાષ્ટ્ર કેન્સર કેર રાજકોટના સંયુક્ત ઉપક્રમે તા.૨૩/૦૪/૨૦૨૫ બુધવારના રોજ મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કોઠી ખાતે અને તા.૨૪/૦૪/ ૨૦૨૫ ગુરુવારના રોજ મોરબી તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આમરણ ખાતે સવારે ૯-૩૦ વાગ્યાથી...
મોરબી મહાનગરપાલિકા ખાતે વેરો ભરવા માટે આવતા શહેરીજનો સર્વરના ધાંધીયાના કારણે ત્રાહિમામ પોકારી ઊઠયા છે. પોતાનો કિંમતી સમય કાઢીને વેરો ભરવા આવતા લોકોને ધરમના ધક્કા ખાવા પડી રહ્ય છે.
મોરબી મહાનગરપાલિકા દ્વારા ઘણા દિવસોથી વેરા વસૂલાત કામગીરી કરવામાં આવી રહી છે. અને વેરો ભરવાનો બાકી હોય તેવા આસામીઓને વેરો ભરી...