મોરબીના રવાપર ધુનડા રોડ પર આવેલ કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા અનેક પશુ-પક્ષીઓના રેસ્ક્યુ કરી નવજીવન આપવામાં આવે છે. ત્યારે ગત રાત્રે બિલાડીના બચાવી કર્તવ્ય જીવદયા કેન્દ્રના સભ્યોએ નવજીવન બક્ષ્યું હતું.
મોરબીના જીકીયારી ગામે જુના દરવાજામાં રાત્રે ૧૧ કલાકે એક બિલાડીનું મોઢું ફસાઈ ગયું હતું. જે અંગેની જાણ કર્તવ્ય જીવદયા કેન્દ્રના સભ્યોને થતાં તેઓ તાત્કાલિક દોડી ગયા હતા. બિલાડી કલાકો સુધી ફસાઈ જવાના કારણે ગળાના ભાગમાં ઇજાઓ પહોંચી હતી. જેથી ગ્રુપના સભ્યોએ ધ્યાન પૂર્વક બિલાડીને દરવાજાની જાળમાંથી બહાર કાઢી મુક્ત કરી હતી. ત્યારે મોરબીમાં ક્યાંય પણ પશુ-પક્ષીઓ ફસાયા હોય તો તાત્કાલિક કર્તવ્ય જીવદયા કેન્દ્રના મો.7574885747 પર સંર્પક કરવા ગ્રુપના સભ્યોએ અનુરોધ કર્યો છે.
મોરબી: રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ 8 ના વિદ્યાર્થીઓ માટે નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે. જેમાં આ વર્ષે વિરપર પ્રાથમિક પ્રાથમિક શાળામાંથી ધોરણ 8 ના કુલ 13 વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર પરીક્ષા આપી હતી.
જેમાં નિલેશ રમેશભાઈ માલકીયા, એરામફાતમા મુસ્તાકભાઈ અન્સારી, કેવિન કુમાર વિનોદભાઈ ચાવડા, ધવલ...
મોરબી સિટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ બે ઇસમો તથા એક મહીલા મળી કુલ- ૦૩ ઈસમોને પાસા હેઠળ ડીટેઇન કરી અલગ-અલગ જેલ હવાલે મોરબી જિલ્લા પોલીસ દ્વારા મોકલી આપવામાં આવેલ છે.
મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનનાઓએ પ્રોહીબીશનના ગુન્હાઓમાં સંડોવાયેલ બે ઇસમો તથા એક મહીલા વિરુધ્ધ પાસા દરખાસ્ત...