Sunday, September 22, 2024

મોરબીના ઈટાકોન સિરામિકના હતભાગીઓને નવજીવન આપતા ડોકટર

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

 

મોરબીના દોઢ માસ પહેલા ઈટાકોન સિરામિકમાં ટેક્નિકલ ક્ષતિના કારણે ગેસ લીકેજના કારણે ભયાનક આગ લાગી હતી જેમાં જીતેન્દ્ર વામજા, જયેશ વરમોરા,રવિ આદ્રોજા વગેરે ખુબજ ગંભીર રીતે દાજી ગયા હતા,જીવન મરણ જોલા ખાઈ રહ્યા હતા, ખુબજ ગંભીર હતા,ખુબજ સિરિયસ હતા,50 થી 70 % જેટલું બર્નીગ હતું,બધાને ઇન્ફેકશન પણ લાગી ગયું હતું, જયેશ વરમોરા ને તો પંદર દિવસ સુધી ઓક્સિજન પર રાખવામાં આવેલ હતા, આમ ત્રણેયની બચવાની શકયતા નહિવત હતી પણ સ્ટર્લિંગ હોસ્પિટલના

ડો મયુર વાઘેલા મેઈન સર્જન,ડો કૃતાર્થ કાંજીયા ઇન્ફેકશન સ્પેશિયલિસ્ટ ડો સંકલ્પ વણજારા તથા ડો જેનીલ સિનોજીયા ક્રિટિકલ કેર સ્પેશિયલિસ્ટ તથા icu નર્સિંગ સ્ટાફ તથા મેડિકલ સ્ટાફની કડી મહેનત,પ્રભુની કૃપાથી,સતત દોઢ માસ સુધી આધુનિક મેડિકલ સારવારના કારણે, ત્રણેય હતભાગીઓ સાજા સારા થઈ ગયા, ભગવાનના રૂપમાં આવેલા ડોકટરોના લીધે નવ જીવન પ્રાપ્ત કરી ઘરે પરત ફરતા તમામ દર્દીઓ અને એમના સગાઓએ ડોકટર અને નર્સિંગ સ્ટાફની સેવાને બિરદાવી હતી અને ઈટાકોન સિરામિકના તમામ ભાગીદારોએ તન,મન અને ધનથી સાથ સહકાર આપેલ હતો તેનો પણ આભાર પ્રકટ કર્યો હતો.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર