Monday, September 23, 2024

મોરબી સિરામિક એસોસિએશનના પ્રમુખોએ નર્મદા બાલઘરની મુલાકાત લીધી

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબી સિરામિક એસોસિએશનના પ્રમુખો મુકેશભાઈ કુંડારીયા અને હરેશભાઈ બોપલિયાએ મોરબી ખાતે આવેલા નર્મદા બાલઘરની મુલાકાત લીધી હતી.

ઉલ્લેખનીય કે, મોરબીને ભારતનું સિલિકોન વેલી બનાવવાના સ્વપ્ન સાથે ભરતભાઈ મહેતા દ્વારા નર્મદાબેન સુખલાલ ચેરિટેબલ ટ્રસ્ટની સ્થાપના કરવામાં આવી. આ સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકોને ટેકનોલોજીનું જ્ઞાન આપી બાળકને પોતાના પગભર કરવાનો અને બાળકોનો સર્વાંગી વિકાસ કરવાનો છે. જેમાં (૧) કરીક્યુલમ (૨) કો- કરીક્યુલમનો સમાવેશ કરવામાં આવ્યો છે. કરીક્યુલમમાં ધોરણ ૬ થી ૧૦ ના કેમેસ્ટ્રી, ફિઝીક્સ, બાયોલોજીના પ્રયોગોની કીટ તથા પ્રયોગપોથી ગુજરાતી, હિન્દી, અંગ્રેજી એમ ત્રણ ભાષામાં આપવામાં આવે છે. જે નર્મદા બાલઘરના પોર્ટલ WWW.NBGSCIENTIST.COM પર છે અને તે મોરબીના બાળકો માટે ફ્રી છે. કો- કરીક્યુલમમાં ડ્રોન, ૩D પ્રિંટિંગ, ઓગમેંટેડ રિયાલીટી, વર્ચ્યુયલ રિયાલીટી, ડિજિટલ ડ્રોઈંગ, કમ્પ્યુટર કોડિંગ, લેન્ગ્વેજ જગલર, ડિજિટલ એનસાઈક્લોપીડિયા શીખવવામાં આવે છે. હાલ હમણાં મોરબીની ૭૫ શાળાઓને ૩D પ્રિન્ટર આપવામાં આવ્યા તેમજ Virtual reality Glass આપવામાં આવ્યા છે જે શિક્ષણમાં આવનાર સમયમાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર