મોરબી શહેર એક ઐતહાસિક શહેર છે રાજવી પરિવાર દ્વારા આ શહેરને અવાર નવાર ભેટ આપવામાં આવી છે અગાઉ પણ ઝૂલતા પુલ દુર્ઘટના માં રાજવી પરિવારે શહેરમાં પ્રજાની મદદ કરી હતી એ કેમ ભુલાય ? ત્યારે આજરોજ જૂનું બાંધકામ તોડવાની વાત વહેતી થતા ત્યારે લોકોના ટોળા ઉમટ્યા હતા અને એક તોપ નીકળી હતી જે જોવા શહેરમાં પ્રજા ઉમટી પડી હતી
શહેર રાજવી શાસન વખતથી અસ્તિત્વ ધરાવે છે અને રાજાશાહી શાસનમાં મોરબીને સૌરાષ્ટ્રના પેરીસની ઉપમા આપવામા આવી હતી ત્યારે પ્રાચીન એવા મોરબી શહેરમાં જુનું બાંધકામ તોડી પાડતા તેમાંથી રાજાશાહી વખતની તોપ મળી આવી છે