Sunday, September 29, 2024

મોરબી: વોર્ડ નં-9 માં પ્રાથમિક તથા માળખાકિય સુવિધા પુરી પાડવા કલેકટરને અપાયુ આવેદનપત્ર

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: વોર્ડ નં ૯ પ્રાથમિક સુવિધાઓ તથા માળખાકીય સુવિધાઓથી ધણા સમય (વર્ષો) થી વંચીત છે તેનું નિરાકરણ લાવવામાં આવે તે માટે વોર્ડ નં-9 ના રહીશો દ્વારા મોરબી જીલ્લા કલેકટર અને નગરપાલિકા ચીફ ઓફિસરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે.

જુના બસ સ્ટેંડથી પંચાસર રોડ પર આવતા દબાણો દૂર કરી રસ્તાઓ ખુલ્લા કરી શરૂઆતના ભાગમાં આવેલ નોન વેજની દૂકાનો મુખ્ય રસ્તાઓ પર હોઇ ત્યાથી નીકળતા હિન્દુઓની લાગણી ને ઠેસ પહોંચે છે, તેમજ ત્યાથી પસાર થવામાં હિન્દુ મહિલાઓ અચકાય છે. તથા પંચાસાર રોડ અત્યંત બિસ્માર હાલતમાં છે તેને સંપૂર્ણ પણે નવો બનાવી બંને બાજુ ફૂટપાથ બનાવવામાં આવે તેમજ પંચાસર ચોકડી મોટી કરી સર્કલ બનાવવું તથા CCTV કેમેરા મુકાવવામા આવે અને પંચાસર રોડ પર વિવિધ જગ્યાએ નગરપાલિકા સીટી બસનો રૂટ આપી સ્ટોપ આપવામાં આવે. લાતી પ્લોટ લઘુ ઉધ્યોગો ધરાવતો વિસ્તાર હોઇ અને તે પંચાસર રોડ સાથે કનેક્ટેડ હોવાથી ટ્રાન્સપોર્ટેશન આ રોડ પર વધુ હોવાથી વારંવાર ટ્રાફીકની સમસ્યા રહેતી હોઈ રોડ પહોળો તથા મજબૂત બનાવવા માગ છે. તેમજ નાની કેનાલ રોડ અત્યંત બિસ્માર હાલતમાં છે તેને નવો બનાવવામાં આવે તથા સ્ટ્રૉટ લાઈટ મુકવામાં આવે તેમજ નાની કેનાલ રોડ જે હાલ નવો બને છે તેની કામગીરી અત્યંત નબળી છે અને તે રોડ પંચાસર રોડ ને ટપી ને પ્રમુખસ્વામી સૌસાયટી પાસે થી બાઇપાસ ને જોડતો રોડ છેક સુધી લંબાવામાં આવે જેથી પંચાસર ચોકડીનું ટ્રાફિક હળવું થઇ શકે. 

વોર્ડ નં- ૯ માં રહેવાસીઓ તથા વડીલ વૃધ્ધો તથા બાળકો માટે રમત ગમત માટે બગીચો બનાવવામાં આવે. અને વોર્ડનં. ૯ના તમામ રસ્તાઓ જેવાકે પંચાસર રોડ નાની કેનાલ રોડની સાફ સફાઈ નગરપાલીકા દ્વારા રોજ બરોજ કરાવવામાં માવવી જોઇયે જે થતી નથી. તથા વિવિધ સોસાયટી જેવી કે નીરવ પાર્ક, અક્ષર પાર્ક તથા અન્ય સોસાયટીઓમા સ્ટ્રીટ લાઇટ મુકાવવામા આવે તેમજ સોસાયટીમા ગટર, રોડ રસ્તાની મરમત તેમજ નવી બનાવવામા આવે જો આ પ્રાથમિક સુવિધાઓનું નિરાકરણ લાવવામાં નહી આવે તો વોર્ડ નં. ૯ ના તમામ નાગરીકો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન પર ઉત્તરશે તેવી ચિમકી ઉચ્ચારી આવેદનપત્ર આપ્યું હતું.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર