Sunday, September 29, 2024

મોરબી: વેપારીએ ઓનલાઇન છેતરપિંડીમા 1.98 લાખ ગુમાવ્યા

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબી ગઢની રાંગ ખોડીયાર સીલેકશન ખાતે વેપારીને અજાણ્યા નંબર પરથી મેસેજમા ઓનલાઇન લીંક મોકલી જેમાં વેપારીએ પોતાની ક્રેડિટ કાર્ડની ડીટેઈલ આપતા જે ડીટેઈલના આધારે અજાણ્યા ઈસમે વેપારી સાથે ઓનલાઇન છેતરપિંડી કરી રૂ. ૧,૯૮,૦૨૨.૫૦ ઉપડી જતા ભોગ બનનારે ઓનલાઇન છેતરપિંડી કરી હોવાની અજાણ્યા ઈસમ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.

મળતી માહિતી મુજબ મોરબીના શનાળા રોડ પર અરિહંત સોસાયટીમાં રહેતા જીગરભાઈ પ્રવીણભાઈ પોપટ (ઉ.વ.૨૭)એ આરોપી અજાણ્યા ઈસમ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૨૯-૦૮-૨૦૨૨ ના રોજ કોઇપણ વખતે અજાણ્યા ઇસમે ફરીયાદીના મોબાઇલ નંબર. ૯૫૭૪૮૮૮૧૪૩ ઉપર VM-iCASHB મેસેજમા ICICI Credit Card Points Worth Rs.6850 Will Expired Tomorrow. Kindly Redeem Points In Cashback By Clicking https://cutt.ly/lxlp8Rv- DCEnter તેવી લીંક આવતા જેમા આઇ.સી.આઇ.સી.આઇ બેન્કની icici_rewards.apkની એપ્લીકેશનમા ફરીયાદીએ પોતાના કેર્ડીટ કાર્ડની ડિટેઇલ આપતા જે ડિટેઇલ આધારે રૂ.૧,૯૮,૦૨૨.૫૦/- ઉપડી જતા ફરીયાદી સાથે ઓનલાઇલ ફોર્ડ (છેતરપીંડી) કરી હોવાની ભોગ બનનાર જીગરભાઈએ આરોપી અજાણ્યા ઈસમ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ આઇ.પી.સી કલમ- ૪૨૦ તથા આઇ.ટી.એકટ ની કલમ ૬૬(સી),૬૬(ડી) મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર