મોરબી: મોરબીના લગધીરપુર રોડ પર આવેલ ઉમની સીરામીકમાં યુવાને ગળેફાંસો ખાઈ લેતા મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.
મળતી માહિતી મુજબ મુકેશભાઈ દિનેશભાઇ ડામોર ઉ.વ.૨૩ રહે. ઉમની સીરામીકની ઓરડીમાં ગત તા. ૨૬-૧૦-૨૦૨૨ ના રોજ કોઇપણ વખતે કોઇપણ કારણોસર પોતાની જાતે ગળેફાંસો ખાઈ જતાં મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.
