મોરબી: મુસ્કાન વેલ્ફર સોસાયટીએ ઘરેથી વ્યવસાય કરતી મહિલાઓને એક મંચ પૂરો પાડ્યો, જેમાં મહીલાઓને તેમનો સામાન વેચતા સારો નફો થયો
મોરબી: 17મી અને 18મી ઑક્ટોબર 2022ના રોજ, મુસ્કાન વેલ્ફેર સોસાયટીએ નીલકંઠ સ્કૂલ અને આધ્યા ફાઉન્ડેશનના સહયોગથી નીલકંઠ સ્કૂલમાં ઘરેથી પોતાનો વ્યવસાય કરતી જરૂરિયાતમંદ મહિલાઓને એક મંચ પૂરો પાડ્યો હતો. જે મહિલાઓએ તેમનો સામાન વેચ્યો હતો તેમને સારો નફો થયો હતો.
આ પ્રદર્શની માં હજારો લોકો ભેગા થયા. તમામ 29 સ્ટોલને વિવિધ કેટેગરીમાં પુરસ્કૃત કરવામાં આવ્યા છે. મુસ્કાન વેલ્ફેર સોસાયટી જનતાની સેવા માટે હંમેશા તત્પર છે અને ભવિષ્યમાં પણ આવા લાચાર અને જરૂરિયાતમંદ લોકોને મદદ કરતી રહેશે.