Friday, September 27, 2024

મોરબી માળિયાના ધારાસભ્ય નગરપાલિકા સુપર સિડ મુદ્દે પોતાની પ્રતિકિયા જાહેર કરે શુ ઝૂલતા પુલના દોષિતોને સજા અપાવસે ?

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબી શહેરની ભાજપ શાસિત એ ગ્રેડની નગરપાલિકાના બિન અનુભવી અને બીનઆવડત વહીવટના કારણે મોરબીમાં તારીખ ૩૦/૧૦/૨૦૨૨ માં રોજ ઝૂલતા પૂલ તૂટવાની ગભીર ઘટના બની જેમાં ૧૩૫ થી વઘુ લોકોના મુત્યુ થયા અને ઘણા પરિવાર ઉપર આભ ફાટ્યું હોય તેવી પરિસ્થિતિ સર્જાયેલ આ દુર્ઘટનામાં સરકાર દ્વારા કોય સખ્ત પગલાં લેવામાં ના આવીયા પરંતુ હાઇકોર્ટ દ્વારા આ બાબત ગભિર્ કાર્યવાહી કરવાની શરૂઆત કરી અને સુમોટો દાખલ કરી પાલિકા અને સરકારને જવાબદારીનુ ભાંન કરાવેલ.

આ કેસમાં નગરપાલિકાના અધિકારી અને પદાધિકારીની બેદરકારી સામે આવી ત્યારે કોર્ટની ગત મુદતમાં સરકારને કોર્ટે કડક શબ્દમાં કહેલ કે તમે શું નગર પાલિકાને સુપર સિડ કરવા માંગો છો કે શું ત્યારે સરકારે કોર્ટમાં કહેલ કે અમે મોરબી નગરપાલિકા સુપર સિડ કરવા માટેની સિધાન્તિક મંજૂરી આપી દીધેલ છે તેવી વાત લોકોને ટીવી મીડિયા મારફત જાણવા મળી ત્યારે હાલ મોરબી નગરપાલિકાના ભાજપના ચૂંટાયેલ સદસ્ય નગરપાલિકા સુપર સિડના થાય તે માટે સરકાર અને સ્થનિક ધારાસભ્યને રજૂઆત કરી રહેલ છે ત્યારે મોરબી મળીયાના ધારાસભ્ય શું આ સદસ્યને બચાવશે કે ઝૂલતા પૂલની દુર્ઘટનામાં ભોગ બનેલ લોકોના પરિવારને ન્યાય અપાવશે અને

નગરપાલિકા સુપર સિડ કરી નિષ્ફળ સાસન આપનાર સદસ્ય ને ઘરભેગા કરી પાલિકામાં વહીવટદારનુ સાસન મુકવવા માટે ધારાસભ્ય શું કરવા માંગે છે તે પ્રજાને જણાવે ખરેખર તો આ નગરપાલિકાના તમામ ચૂંટાયેલ સદસ્ય જવાબદાર કહેવાય કારણ કે પ્રજાએ નગરપાલિકામાં પ્રતિનિધિ તરીકે ચૂંટાવીને મોકલ્યા છે ત્યારે તમામ સદસ્યની જવાબદારી બને છે કે પાલિકા અને પ્રજાના હિતની વાત કરવી જોય પણ આત્તો હવે કહે છે કે અને આ કરારમાં સહી નથી કરી એવી વાતો કરી પ્રજાને અને મતક પરિવારને મુરખ બનાવવા જેવી વાતો કરી રહેલ છે ખરેખર તો સરકારે આ ચૂંટાયેલ બાવને બાવન સભ્યની જવાબદારી માનીને તમામે તમામ ચૂંટાયેલ સદસ્ય સામે ફરિયાદ દાખલ કરવી જોઈએ અને ભવિષ્યમાં કોય ચૂંટણી લડીના શકે તેવી સજા આપવી જોય તેઓ જ આ દુર્ઘટનામાં ભોગ બનેલ પરિવારને સાચો ન્યાય મળ્યો કહેવાશે

મોરબીના ઝૂલતા પૂલની ઘટનામાં મુત્યુ પામેલા લોકોના કુટુંબ માંથી એક વ્યક્તિને મોરબી નગરપાલિકાએ કાયમી નોકરી આપવી જોય અને આ ઘટનામાં સામેલ નગરપાલિકાના જવાબદાર અઘિકારી અને પદાધિકારી અને ઝૂલતા પૂલનો કોન્ટ્રાક્ટ પૂરો થઈ ગયેલ છતાં મંજુરી વગર ચલવનાર કંપનીના જવાબદાર વ્યક્તિનુ એફ આઈ માં નામ જોગ ફરિયાદ નોંધાવી જોઈએ અને તાત્કાલિક અસરથી ધરપકડ કરી નગરપાલિકા સુપર સિડ કરવી જોઈએ ત્યારે જ મોરબીની ઝૂલતા પૂલની ગોઝારી ઘટનામાં જે લોકો એ જીવ ગુમાવ્યા છે તેમને સાચો ન્યાય મળ્યો કહેવાય મોરબીના બોલકા ધારાસભ્ય શું મુત્કોના પરિવારને ન્યાય અપાવવા માટે નગરપાલિકા સુપર સિડ કરાવશે કે તેમના પક્ષ ના ચૂંટાયેલ સદસ્યને બચાવવાના પ્રયત્ન કરસે તે પ્રજા જણાવવા માંગે છે.

મોરબીના ધારાસભ્ય પ્રેસ કોન્ફરન્સ કરી મોરબીની પ્રજાને જણાવે કે તે મોરબી ઝૂલતા પૂલની દુર્ઘટનામાં મુત્યુ પામેલ લોકો અને તેના પરિવારની સાથે છું અને મોરબીની ભાજપ સાસિત નગરપાલિકા સુપર સિડ કરવા માંગુ છું અને આ તમામ બાવને બાવન સદસ્યની જવાબદારી ફિક્સ કરવા અને ફરી આ લોકો ચૂંટણી લડી ના સકે તેવી કાર્યવાહી કરવા માટે સરકારમાં રજૂઆત કરે તેમ મોરબીની પ્રજાની લાગણી અને માંગણી છે તો મોરબીમાં ધારાસભ્ય પોતા નુ સ્ટેન્ડ ક્લિયર કરે કે મૃતકોના પરિવારની સાથે રહી ન્યાય અપાવશે કે પોતાના સદસ્યને બચાવવા માટે પાલિકાને સુપર સિડ નહિ કરવામાં સરકાર માં જય ને રજૂઆત કરસે તે પ્રજા જાણવા માંગે છે તેમ મોરબી કોગ્રેસના આગેવાન રમેશભાઈ રબારી મહેશ રાજ્યગુરુ અને પી.પી બાવરવા જાણવા માંગે છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર