Friday, January 17, 2025

મોરબી માર્કેટયાર્ડ ફરી ખુલતા ઘઉં કપાસ ચણા અને જીરું ની આવક શરૂ થઇ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

કપાસ નો નીચો ભાવ ₹1900 રહ્યો
તો ઉંચો ભાવ ₹2500ને પાર થયો

મોરબી નું માર્કેટયાર્ડ માર્ચ એન્ડીગને કારણે પાંચ દીવસ બંધ રહ્યા બાદ ફરીથી ખુલતા રાબેતા મુજબ ધમધમવા લાગતા અને પોષણક્ષમ ભાવો મળતા ખેડૂતોના ચહેરા પર પણ ખુશી જોવા મળી હતી.

મોરબીનું માર્કેટીંગ યાર્ડ આજથી ખુલતા જ ઘઉં, કપાસ, ચણાની ચિક્કાર આવક થઈ હતી. જેમાં સૌથી વધુ ઘઉંની 1663 કવીન્ટલ આવક થઈ હતી.ત્યારબાદ બીજા ક્રમે કપાસની પણ 846 કવીન્ટલ આવક થઈ હતી. આ ઉપરાંત ચણા 588, એરંડા 310, જીરું 265, રાયડો 217, રાય 209, મેથી 95, તુવેર 83, મગફળી 35, ધાણા 32 કીવન્ટલ સહિતની જણસીઓની સારી એવી આવક થઈ હતી. જો કે, આજની હરરાજીમાં કપાસના ભાવ 2500ને પાર થયા હતા અને ઘઉં પણ 540 રૂપિયાની સપાટી વટાવી ગયા જતા ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા હતા. આજે માર્કેટીંગ યાર્ડમાં હરરાજી દરમિયાન કપાસનો મણ દીઠ નિચો ભાવ રૂ.1900 અને ઉંચો ભાવ રૂ.2510 ને આંબી ગયો હતો. જ્યારે ઘઉંનો મણ દીઠ નિચો ભાવ રૂ.430 અને ઉંચો ભાવ 540 રહ્યો હતો. આ ઉપરાંત ચણાનો ભાવ પણ રૂ.777 થી 1311ની આસપાસ રહ્યો હતો. તેમજ જીરુંનો ભાવ પણ રૂ.2500 થી રૂ.4140 મળ્યો હતો. આમ આજે આવક વધુની સાથે ભાવ પણ સારા મળ્યા હોવાનું સતાવાર રીતે જણાવાયું છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર