મોરબી : મોરબીની લાયન્સ કલબ શહેરમાં સમયાંતરે અનેક સામાજિક લેવલના કામો અને કાર્યકમો થકી સેવાની સુવાસ ફેલાવી રહી છે ત્યારે આવા જ એક ઉમદા કાર્ય થકી શહેરની વિકાસ વિદ્યાલયમાં હંગર પ્રોજેક્ટ હેઠળ બાળાઓને ભોજન પીરસી બાળાઓની જઠરાગ્નિ ઠારવામાં આવી હતી.
મોરબી શોભેશ્વર રોડ ઉપર આવેલ વિકાસ વિદ્યાલયમાં લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના સભ્ય હિતેન્દ્રભાઈ ભાવસાર તરફથી વિકાસ વિદ્યાલયની તમામ બાળાઓને ભરપેટ ભોજન કરાવ્યું હતું.સાથે તેમના પણ પરિવાર આ સેવા યજ્ઞમાં જોડાયા હતાં. આ સાથે લાયન સભ્યો સેક્રેટરી કેશુભાઇ દેત્રોજા,ખજાનચી નાનજીભાઈ મોરડીયા,પ્રાણજીવનભાઈ રંગપરિયા,મનુભાઈ જાકાસનીયા અને સેવાભાવી વાઘજીભાઈ હાજર રહીને બાળાઓને ભોજન કરાવ્યું હતું. આ પ્રોજક્ટ્ના ચેરમેન હિતેન્દ્રભાઈ ભાવસાર હોવાનું પ્રેસિડેન્ટ ત્રિભોવનભાઈ ફુલતરિયાની યાદીમાં જણાવાયુ છે.
મોરબી મા ધીરે ધીરે બિહાર જેવો માહોલ બની ગયો છે, દિન દહાડે લોકો ની વચ્ચે મારામારી હત્યા લૂંટ અને બળાત્કાર, વ્યાજવાંદ ના બનાવો લોક જીવન ઉપર હાવી થઈ રહ્યા છે
સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ મોરબી ના રવાપર ચોકડી ઉપર આવેલ પોલીસ ચોકી ની સામે જ અને પોલીસ અને TRP...
અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત દર ત્રણ વર્ષે કાર્યકર્તા અભ્યાસ વર્ગ યોજવામાં આવે છે જેના ભાગરૂપે બે દિવસીય અભ્યાસ વર્ગનું સૌરાષ્ટ્ર સંભાગ:- 1 ના મોરબી, સુરેન્દ્રનગર, કચ્છ, રાજકોટ, જામનગર, દ્વારકા વગેરે જિલ્લાના અભ્યાસ વર્ગનું આયોજન મોરબીના સરસ્વતી શિશુમંદિર ખાતે કરવામાં આવ્યું હતુ .
જેમાં ગુજરાત પ્રાંતના મહામંત્રી પરેશભાઈ પટેલ...