Sunday, December 22, 2024

મોરબી માં ધોરણ 10અને12 ની પરીક્ષા માટે જિલ્લા શિક્ષણતંત્ર અને જિલ્લા વહીવટી વિભાગ દ્વારા તડામાર તૈયારી

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

તમામ પરિક્ષા કેન્દ્ર પર કોરોના ગાઈડ લાઈન નું પાલન કરવામાં આવશે

કોરોના મહામારીના કારણે છેલ્લા 2 વર્ષથી બોર્ડની પરીક્ષા સ્થગિત થઈ હતી અને વિધાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યા હતા. આ વર્ષે સ્થિતી નોર્મલ થઈ જતા શિક્ષણ કાર્ય રાબેતા મુજબ ચાલ્યું હતું. જેના કારણે 2 વર્ષ બાદ અ વર્ષના છાત્રોની યોજાવવા જઇ રહી છે. જિલ્લામાં આ વર્ષે 21,455 વિધાર્થી પરીક્ષા આપશે. જેમાં ધોરણ 10ના 13,603 વિદ્યાર્થી નોધાયા છે જેમની પરીક્ષા 47 બિલ્ડીંગના 467 બ્લોકમાં ,જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહના 6353ની 20 બિલ્ડીંગમાં 206 બ્લોકમાં તેમજ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના 1499 વિધાર્થીની 08 બિલ્ડીંગમાં 77 નોંધાયા બ્છેલોકમાં પરીક્ષા લેવાશે . તા.28મીથી શરૂ થનાર પરીક્ષા માટે જિલ્લા શિક્ષણ તંત્ર અને જિલ્લા વહીવટી વિભાગ દ્વારા તૈયારી શરૂ કરી દીધી છે.અને પરીક્ષા માટે કુલ 75 બિલ્ડીંગમાં 750 બ્લોક તૈયાર કરવામાં આવ્યા છે.પરીક્ષા યોગ્ય અને સુચારુ રૂપે યોજાઈ તે માટે દરેક બ્લોક તેમજ શાળામાં એન્ટ્રી એક્ઝિટ ગેટ બહાર સીસીટીવી કેમેરા કાર્યરત રહે તેવી શાળા અને બ્લોક પસંદ કરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત જિલ્લા કલેકટર દ્વારા વર્ગ 1 અને 2 ના અધિકારીની સ્થાનિક સ્ક્વોર્ડ બનાવવામાં આવી છે. તો 90 જેટલા સરકારી પ્રતિનિધિઓ અલગ અલગ કામગીરીમાં જોડાશે. આ ઉપરાંત શાળા સંચાલકોની પણ શાળામાં પાણી, લાઈટ તેમજ જરૂરી સુવિધાઓ અંગેની તૈયારી અંગેની પણ સમિક્ષા બેઠક રાખવામાં આવી છે. જેમાં શાળાના શિક્ષકો અંગે માર્ગદર્શન આપવામાં આવશે.તેમજ તમામ પરીક્ષા કેન્દ્રમાં કોવિદ ગાઈડલાઈનનું પાલન કરવામાં આવશે તેમ જિલ્લા શિક્ષણ અધિકારી બી એન સોલંકીએ જણાવ્યું હતું.


મોરબીની બોયઝ હાઈસ્કુલને ઝોનલ ઓફીસ બનાવામાં આવ્યું છે જેમાં ધોરણ 12 ના ઝોનલ ઇન્ચાર્જ તરીકે જે. યુ મેરજા અને ધોરણ ૧૦ના ઝોનલ ઇન્ચાર્જ તરીકે બી.એન.વિડજાની નિમણુક કરવામાં આવી છે

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર