શિવાલયોહર હર મહાદેવના નાદ સાથે આવતીકાલે મોરબી સહિત સૌરાષ્ટ્રભરમાં મહાશિવરાત્રિ પર્વની ધામધૂમથી સાથે ઉજવણી થશે.
કોરોના ના લીધે બે વર્ષથી સાદાઈભેર આ પર્વની ઉજવણી થઇ હોવાથી આવતીકાલે હવે પ્રતિબંધ હટી જતાં શિવ મંદિરોમાં વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપુર ઉમટી પડશે બમબમ ભોલેના હરહર મહાદેવના નાદથી શિવાલયો ગુંજી ઉઠશે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર સહિત મોરબી ના જડેશ્વર મહાદેવ શંકરા આશ્રમ તેમજ કુબેરનાથ મહાદેવ ત્રીલોકધામ મહાદેવ સહિતના સુપ્રસિદ્ધ અને પ્રાચીન શિવાલયોમાં મહાશિવરાત્રી પર્વને લઇને વિશેષ પૂજા અને ધાર્મિક આયોજનો થયા છે.મોરબી શહેર ના શિવાલયો મા શિવજીની ભક્તિ આરાધના કરવા માટે શિવભક્તો ઉમટી રહે છે અને મહાપૂજા અને વિશેષ પ્રાર્થના સાથે શિવજીની ભક્તિ માં લીન થતાં જોવા મળે છે
આવતીકાલે વહેલી સવારથી મહાશિવરાત્રીના પર્વ પર શિવાલયોમાં ધ્વજારોહણ , હવન, પૂજા, ધૂન ભજન ,આરતી અને વિવિધ અભિષેક સાથે સાંજે દીપમાળા ની મહાઆરતી કરવામાં આવશે. આખો દિવસ ભક્તો શિવજી ની ભક્તિમાં ભીંજાશે. ચાર પ્રહરની પૂજા સાથે આખો દિવસ ઉપવાસ અને ફરાહળ કરશે.ભાંગની પ્રસાદી સાથે સાથે ભજન કીર્તન સાંભળવા મળે છે શિવાલયો નું વાતાવરણ મા શિવોહમ્ શિવોહમ્ અને ઓમ્ નમઃ શિવાયના નાદથી ગુંજી ઉઠશે.
