મોરબી: મોરબી તાલુકાના ભરતનગર ગામની સીમમાં મોરબી-માળીયા નેશનલ હાઇવે રોડ -27 ઉપર આવેલ કેડા કારખાનાથી ભરતનગર બાજુ રોડ ઉપર ટ્રક અને ફોર્ચ્યુનર કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. સદનસીબે કોઇ જાનહાની થઇ ન હતી. આ બનાવમાં અંગે ફોર્ચ્યુનર કારના માલિકે આરોપી ટ્રક ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મોરબીમાં અવની ચોકડી શ્યામ પાર્ક, રવાપર રોડ પર આવેલ સ્વર્ગ એપાર્ટમેન્ટમાં રહેતા ચીરાગભાઈ લાલજીભાઇ સગપરિયા (ઉ.વ.૩૩) એ આરોપી કમલસિંગ સરદારસિંગ રાજપુત (ઈ.વ.૨૬) રહે. અજમેર રાજસ્થાન વાળા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૨૧-૧૦-૨૦૨૨ ના રોજ આશરે બારેક વાગ્યાની આસપાસ મોરબી તાલુકાના ભરતનગર ગામની સીમમાં મોરબી-માળીયા નેશનલ હાઇવે રોડ -27 ઉપર આવેલ કેડા કારખાનાથી ભરતનગર બાજુ રોડ ઉપર આરોપી પોતાના હવાલાનુ ટાટા કંપનીનુ ટ્રક જેની પાછળની બાજુએ કંટેનર રાખેલ છે જેના રજી નં- GJ-12-BT-9614 વાળુ વાહન માણસોની જીંદગી જોખમાય તેમ પુ૨ ઝડપે ભયજનક અને ગફલત ભરી રીતે બેફીકરાયથી ચલાવી આવી ફરીયાદીની સફેદ કલરની ટોયોટા ફોર્ચ્યુનર લીજેંડર કાર રજીસ્ટર નં- GJ-03-MH-5867 વાળીને ડ્રાઈવર સાઈડ જમણી બાજુએ અકસ્માત સર્જીયો હતો. સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી ન હતી. આ બનાવ અંગે ચીરાગભાઈએ આરોપી ટ્રક ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ IPC કલમ-૨૭૯ MV ACT કલમ-૧૭૭,૧૮૪, મુજબ ગુન્હો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.
મોરબી તાલુકાના જેતપર ગામે કોઈ કારણસર ગળેફાંસો ખાઈ જતાં યુવકનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના જેતપર ગામે વણકર વાસમાં રહેતા રોહીતભાઈ ધનજીભાઈ પરમાર (ઉ.વ.૨૫) નામના યુવકે પોતાના ઘરે કોઈ કારણસર પોતાના ઘરે ગળાફાંસો ખાઇ જતા યુવકનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે મૃત્યુ નોંધ...
મોરબીના કંડલા બાયપાસ હાઈવે રોડ ઉપર દલવાડી સર્કલ પાસે કારે બુલેટને ઠોકર મારતા બંને પક્ષો વચ્ચે મારમારી થતા આ બનાવ અંગે બંને પક્ષો દ્વારા મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં સામસામે ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મોરબીના કંડલા હાઈવે રોડ ઉપર મચ્છોનગર દલવાડી સર્કલ પાસે રહેતા વિજયભાઈ થોભણભાઈ પરસાડીયા...
મોરબીના સાપર ગામની સીમમાં નાયરા પેટ્રોલપંપ સામે રોડ ઉપર ટ્રકે કારને ઠોકર મારી એક્સીડન્ટ કરી કારમાં નુકસાન કર્યું હોવાની ટ્રક ચાલક વિરુદ્ધ ફરીયાદ નોંધાવતા પોલીસે આગળ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ અમદાવાદ ૨૮/૨૯ વૈભવપાર્ક સોસાયટી કેડીલા બ્રીજ પાસે ઘોડસર રહેતા ચીંતનભાઈ જયેશભાઇ રાઠોડ (ઉ.વ.૩૭) એ આરોપી ટ્રક કંટેનર...