મોરબી નગરપાલિકામાં નવનિયુક્ત ચીફ ઓફિસર દ્વારા કચેરીમાં ફરજ બજાવતા ૧૨ કર્મચારીઓની આંતરિક બદલી કરવામાં આવી છે અને કર્મચારીઓની બદલી કરીને નવી જગ્યાએ કામગીરી માટે આદેશ આપવામાં આવ્યા
જેમાં હાઉસટેક્સ વિભાગના ક્લાર્ક પરેશભાઈ અંજારીયાને હાલની કામગીરી સાથે મહેકમ વિભાગ તથા લીગલ વિભાગની કામગીરી, ગેરેજ વિભાગના રોજમદાર ક્લાર્ક જયદીપભાઈ લોરીયાને રોશની વિભાગની કામગીરી, પવડી આઉટડોર વિભાગ અને સેનીટેશન વિભાગના હિતેષભાઇ રવેશીયાને હાલની કામગીરી સાથે ડ્રેનેજ વિભાગની કામગીરી, ગેરેજ વિભાગના હિતેષભાઇ દવેને ડ્રેનેજ વિભાગમાં કામગીરી, સીટી બસ વિભાગના અશોક જોશીની મિકેનિકલ વિભાગ માં કામગીરી સોંપવામાં આવી છે.