Friday, September 27, 2024

મોરબી: પદ અને પ્રતિષ્ઠા બચાવવા મેદાને પડેલા ભાજપ શાસિત નગરપાલિકાના સદસ્યો માનવ વધનો ગુનો નોંધાવવા માટે કેમ સહી ઝુંબેસ કરતાં નથી?

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબી ભાજપ શાસિત નગરપાલિકા A-ગ્રેડની માન્યતા ધરાવે છે, ત્યારે મોરબી નગરપાલિકામાં ચુંટાયેલા D-ગ્રેડની વિચાર સરણી ધરાવતા બિન વહીવટી અનુભવી લોકો શાસન ધુરા સંભાડી રહ્યા છે. ત્યારે મોરબીની પ્રજા પુછવા માગે છે. કે પ્રજાહિતમાં નવ-નવ મહિના સુધી જનરલ બોર્ડ પાલિકાનું શા માટે ન બોલાવ્યું? અત્યાર સુધી સહી જુંબેસ કરનારા 49 કાઉન્સીલરો આ બાબતે અજાણ હતા ? કે ભ્રષ્ટાચારના ભોરિંગના ભરડામાં સાંકળ બનીને બેઠા હતા?

તા. 30/10/2022 ના રોજ મોરબી ઝુલતો પુલ તુટવાની દુર્ઘટના બનેલ તેમાં આશરે 150 થી વધુ લોકોના મૃત્યુ થયા છે. અનેક ઘરના મોવડીઓ આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલ છે. ઘણા બાળકો અને પરિવારો નિરાધાર થઈ ગયેલા છે. ગુજરાત સરકાર કે મોરબી ભાજપ શાસિત નગરપાલિકાના પદાધિકારીઓ અને અધિકારીઓ વિરૂધ કોઈપણ જાતની કાર્યવાહી કરેલ નથી ત્યારે ગુજરાત હાઇકોર્ટે પ્રજાના હિતમાં સુઓમોટો દાખલ કરી જવાબદાર ગુજરાત સરકાર અને મોરબી નગરપાલિકા સામે કેસ ચલાવી રહેલ છે. ત્યારે કોર્ટની મુદતમાં સરકારને ગંભીર ફટકાર લગાવતા કહેલ કે આ બેદરકારી થયેલ છે.

એના માટે રાજ્ય સરકાર નગરપાલિકાને સુપરસીટ કરવા માગે છે કે શું ? ત્યારે રાજ્ય સરકારના વકીલે કોર્ટમાં જણાવેલ કે રાજ્ય સરકાર મોરબી નગરપાલિકાને સુપરસીટ કરવાની સૈધાન્તીક મંજુરી આપી ચુકીછે. ત્યારે મોરબી નગરપાલિકાના 49 સદસ્યો મોરબી-માળીયાના ધારાસભ્યને સાથે લઈ સુપરસીટ ન કરવા માટે માનન્ય મુખ્યમંત્રીને રાજુઆત કરનાર હોય ત્યારે ગુજરાત રાજ્ય સરકારને મોરબી ઝુલતો પુલની ઘટનામાં મૃત્યુ પામેલા લોકો અને તેના પરિવારને ખરા અર્થમાં ન્યાય અપાવવાની ઈચ્છા શક્તિ હોય તો આ મોરબી નગરપાલિકાને તાત્કાલિક અસરથી ફરજમાં બેદરકારી ગણી સુપરસીટ કરી ચુંટાયેલા સદસ્યોની સામે નામ જોગ એફ.આઈ.આર નોંધી તાત્કાલિક ધરપકડ કરી ભવિષ્યમાં કોઈ ચુંટણીઓ લડી ના શકે તેવી બાવને બાવન (52ને 52 ) સદસ્યોને સજા કરવી જોઈએ તોજ ભવિષ્યની અંદર આવા બનાવો બનતા અટકશે તેવો દાખલો બેસાડવો જોઈએ. કારણ કે સતામાં ચીપકી રહેવા માટે હાલના ભાજપ શાસિત નગરપાલિકાના સદસ્યો સુપરસીટ ન કરવા માટે ભેગાથઈ સહી ઝુંબેસ કરે છે. ત્યારે આ સદસ્યોમાં જરાપણ માનવતા હોય તો જે ગુનેગારો છે. તેની સામે માનવ વધનો ગુનો નોંધવા માટે સરક્યુલર ઠરાવ કેમ કરાવતા નથી? તેમજ 9-9 મહિના સુધી જનરલ બોર્ડ ન મળે તો એ બોર્ડ બોલાવવા માટે ચુંટાયેલા સદસ્યો માગણી શા માટે કરતાં નથી? તો આવી બધી ગંભીર બેદરકારીઓ થી ચાલતી નગરપાલિકા ઝુલતો પુલનો કોન્ટ્રાક્ટ પુરો થઈ ગયો હોવા છતા કોન્ટ્રાક્ટર પાસે ઝુલતો પુલ શા માટે રહેવા દીધો? તો શું આ 52 કાઉન્સિલરો પણ નથી જાણતા? જો ભાજપ શાસિત નગરપાલિકાના સદસ્યઓમાં જરાપણ લાજ શરમ કે માનવતા કે પ્રજાહિત હૈયેવસેલું હોય તો માર્ચ-2022માં બજેટ બેઠક બોલાવી જે બજેટ મંજુર કરેલ છે તે બજેટને પછીના બોર્ડમાં બહાલી મળેલ ન હોય તો આ ખર્ચાઓ બેફામ કરેલ છે તેની તપાસ માટે વિજીલીયસની કે સ્પેશિયલ ઓડિટની તપાસ માંગશો ખરા? કે ખાલી સુપરસીટ ન થાય તે માટેજ પદ બચાવવા ધારાસભ્યને સાથે લઇ સહી ઝુંબેશો કરો છો તે કેટલુ યોગ્ય છે? તે તમારા અંતર આત્માને પુછો તેમ મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ રાજુભાઈ કાવર, મહેશભાઇ રાજ્યગુરુ તેમજ કે.પી.ભાગ્યા માજી સદસ્ય મોરબી નગરપાલિકા.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર