Saturday, September 21, 2024

મોરબી પંથકમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે માવઠાની આગાહીએ ખેડુતોની ચિંતા વધારી

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

હવામાન વિભાગ ની આગાહી મુજબ હવામાનમાં પલટો આવતાં વાદળછાયું વાતાવરણ થતાં માવઠા ની આગાહી વચ્ચે ખેડુતો માં ચિંતા નું મોજુ ફરી વળ્યું છે તો બીજી તરફ આ વાદળછાયા વાતાવરણનાં કારણે રોગચાળો વકરવાનો ભય રહે છે


મોરબી સહીત સૌરાષ્ટ્રભર ભરમાં માર્ચઅને એપ્રિલ મહિનાથી કાળઝાળ ગરમી પડી રહી છે જેના કારણે જનજીવનને ભારે અસર પહોચી હતી કાળઝાળ ગરમીમાં માણસની સાથે સાથે પશુ પક્ષીઓની સ્થિતિ કફોડી બની છે.કાળઝાળ ગરમીથી જનજીવનને અસર પડી રહી છે ત્યારે સૌરાષ્ટ્ર વાસીઓ માટે હાલ રાહતના સમાચાર મળી રહ્યા છે. અરબી સમુદ્રમાં સર્જાયેલ વેસ્ટર્ન ડીસ્ટર્બન્સની અસરને કારણે સૌરાષ્ટ્રના વાતાવરણ પલટાયું છે.
હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં છુટા છવાયા કમોસમી વરસાદની આગાહી કરી છે ત્યારે મોરબી જિલ્લાના વાતાવરણમાં પણ પલટાની પણ અસર જોવા મળી હતી અને મોરબીમાં વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું. મોરબીમાં વહેલી સવારથી વાદળ છાયા વાતાવરણના કારણે શહેરીજનોને કાળઝાળ ગરમીમાંથી આંશિક રીતે રાહત મળી છે .
એક તરફ વાદળછાયા વાતાવરણ સર્જાતા લોકોને ગરમીથી રાહત મળી છે પણ બીજી તરફ કમોસમી વરસાદની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી દીધી છે કમોસમી વરસાદ થાય તો ઉનાળુ પાક અને બાગાયત \પાક બન્નેમાં ખેડૂતને નુકશાન સહન કરવું પડી શકે છે જેથી ખેડૂતો હાલ વરસાદ ન થાય તેવી પ્રાર્થના કરી રહ્યા છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર