મોરબી: પંચાસર રોડ પર સીએનજી રીક્ષાએ સાઇકલને હડફેટે લેતા વૃદ્ધનું મોત
મોરબી: મોરબી પંચાસર રોડ બોખાની વાડીથી આંબાવાડી -૨ની વચ્ચે રોડ ઉપર પેસેન્જર સીએનજી રીક્ષાએ સાઈકલને હડફેટે લેતા વૃદ્ધનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના પુત્રએ મોરબી સીટી એ ડીવિઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મોરબીમાં મીરાપાર્કની બાજુમાં કપોરીની વાડી વાવડી રોડ પર રહેતા કાંતીલાલ કરશનભાઈ ડાભી (ઉ.વ.૩૭) એ આરોપી સીએનજી પેસેન્જર રીક્ષા રજીસ્ટર નંબર – GJ-36-U-7536 ના ચાલક વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૨૫-૧૦-૨૦૨૨ ના રોજ સવારના આશરે પોણા દસેક વાગ્યાના સુમારે ફરીયાદીના પીતા કરશનભાઇ (ઉ.વ.૭૧) સાઇકલ ચલાવીને જતા હોય ત્યારે આરોપીએ પોતાના હવાલા વાળી સી.એન.જી.પેસેન્જર રિક્ષા જેનો રજીસ્ટર નં-જીજે-૩૬-યુ-૭૫૩૬ વાળી પુરઝડપે અને બેફિકરાઇ થી મનુષ્યની જીદગી જોખમાય તે રીતે ચલાવી આવી ફરીયાદીના પિતાની સાઇકલને પાછળથી ટક્કર મારી પછાડી દેતા માથામાં પાછળના ભાગે તથા શરીરે ગંભીર ઈજાઓ પહોંચાડી મોત નિપજાવી પોતાના હવાલાવાળી રિક્ષા લઈને નાશી ગયો હતો. આ બનાવ અંગે મૃતકના પુત્રએ આરોપી રીક્ષા ચાલક વિરુદ્ધ મોરબી સીટી એ ડીવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ઇ.પી.કો. કલમ-૨૭૯, ૩૦૪(અ) તથા એમ.વી.એ. કલમ-૧૮૪, ૧૭૭, ૧૩૪, મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.