મોરબી શહેર માં થોડાં દિવસો પહેલાં બાઇક ચોરી ની ફરીયાદો ઉઠી છે ત્યારે વ
સિવિલ હોસ્પિટલના સ્ટાફ કવાર્ટરમાં ચોરી થયા નો વધું એક બનાવ સામે આવ્યો છે
ગત રાત્રીના તસ્કરો ત્રાટક્યા હતા અને કેટલાક ક્વાર્ટરમાં ચોરીનો પ્રયાસ કર્યો હતો તો એક સ્થળેથી મોબાઈલ ચોરી કરવામાં તસ્કરને સફળતા મળી હતી બનાવની પ્રાપ્ત વિગતો મુજબ શહેરની સિવિલ હોસ્પિટલના સ્ટાફ ક્વાર્ટરને તસ્કરોએ નિશાન બનાવી ચોરીનો પ્રયાસ કર્યો હતો જેમાં સ્ટાફ કવાર્ટરમાં રહેતા જલ્દી ભટ્ટ, રેખાબેન અને મીનાક્ષીબેનના ક્વાર્ટરના તાળા તોડ્યા હતા તો ક્રિષ્નાબેન, ભારતીબેન અને મમતાબેનના ક્વાર્ટરના તાળા તોડવાનો પ્રયાસ કર્યો હતો જોકે તસ્કરોને સફળતા મળી ના હતી તો ક્વાર્ટરમાંથી તસ્કરો એક સ્થળેથી મોબાઈલ ચોરી કરી ગયા હતા બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવી છે
ઉલ્લેખનીય છે કે મોરબી સિવિલ હોસ્પિટલ રેઢા પડ સમાન જોવા મળે છે અગાઉ પણ હોસ્પિટલમાં દારૂડિયાના ત્રાસની ફરિયાદો જોવા મળી હતી જોકે છતાં કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી હોય તેવું ધ્યાને નથી તો હવે સ્ટાફ કવાર્ટરમાં તસ્કરના હાથફેરાને પગલે સ્ટાફમાં ભય અને ફફડાટ જોવા મળી રહ્યો છે.
