વધુ મળતી માહિતી મુજબ મોરબી નાનીવાવડી રોડ ધુતારી નાલા પાસે આવે આવેલ સતનામ ગૌશાળામાં બપોરના 2:30 નાં વાગ્યાની આસપાસ એકા એક આગ ફાટી નીકળી હતી
આ આગમાં ગાયોને એક વર્ષ ચાલે તેટલો ઘાસચારો બળીને ભસ્મ થઈ ગયો હતો સતનામ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત સતનામ ગૌ શાળાના સંચાલક ગોરધનભાઈ પડસુબીયા એ ચક્રવર્તી ન્યૂઝ ને જણાવ્યું હતું કે ગાયોના ઘાસ ચારો રાખવા માટે 8 ફુટ લાંબા અને ૧૨૦ ફૂટ પહોળા ગોદામમાં 300થી વધુ ગાયો ને એક વર્ષ ચાલે તેટલો ઘાસ ચારો રાખવામાં આવેલો હતો આ ગોદમ માં બપોરના સમયે 2:30 વાગ્યાની આસપાસ એકાએક આગ ફાટી નીકળતા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં ગોડાઉન માં રહેલ તમામ ઘાસચારો બળીને ખાખ થઈ ગયો હતો ફાયર બ્રિગેડ દ્વારા પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાની કોશિશ કરવામાં આવી હતી સદનશીબે ગૌશાળા માં રહેલ ગાયોને તેમજ નાના વાછરડા ઓને કોઈપણ પ્રકારની જાનહાની થઈ નથી
આગ પર કાબુ મેળવવા માટે ગોદમ ઉપરના પતરા તોડવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી મોરબી ફાયર ફાઈટર દ્વારા સરાહનીય કામગીરી બજાવવા માં આવી હતી ૧૦ થી વધુ ફાયર ફાઈટર વારાફરતી આગ પર પાણીનો મારો ચલાવી અને આગ પર કાબુ મેળવવાની કોશિશ કરી હતી