મોરબી તાલુકાના પંચાસર ગામે ખેતરમાં રહેલાં ઢગલો કરેલા એરંડા માં આગ લગાડવાનો બનાવ બનતા આ બનાવની પોલીસ ફરિયાદ નોંધાઇ હતી
જાણવા મળતી વિગતો મુજબ મોરબી તાલુકના પંચાસર ગામમાં જામભા ઉમેદસિંહ જાડેજાની વાડીમાં એક ઓરડીમાં રહેતાં હીરાભાઇ ભનાભાઈ પરમારે વિઘોટી માં રાખેલ 60 વિઘા ખેતરમાં વાવેલ 900 મણ એરેંડાના પાક તૈયાર થઇ ગયેલ હોવાથી તેની કાપની કરી ઢગલા ખેતરમાં રાખેલા હતા.દરમિયાન રવિવારે બપોરના સમયે આરોપી ભવાનસિહ અલુભા ઝાલા અને ભુરૂભા સુરુભાઝાલા નામના શખ્સોએ અંગત અદાવત રાખી ખેતરમાં તૈયાર પાક રૂ 1.26 લાખના સળગાવી નાખ્યો હતો અને હીરાભાઈ પરમારને આરોપીઓએ જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઇ ગયા હતા બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે આરોપી ભવાનસિંહ અલુભા ઝાલા અને ભુરૂભા સુરુભા ઝાલા વિરુદ્ધ ગુન્હો નોધી આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી અંગે પીએસઆઈ વીકે કોથીયા તપાસ ચલાવી રહ્યા છે.
મોરબીમાં અનેક સામાજીક, સેવાકાર્યો, મહિલા ઉત્થાન, શૈક્ષણિક ક્ષેત્ર સહીત અનેક લોકસેવા કાર્યો કરવા માટે જાણીતી સંસ્થા
મુસ્કાન વેલફર સોસાયટી, મોરબી દ્વારા નવ પ્રસૂતા સ્ત્રીઓ માટે જરૂરી એવા પોષક તત્વો જેવાકે આયર્ન, કેલ્શિયમ સહિતના પોષક તત્વોથી ભરપુર 80 થી વધારે ચીક્કીના બોક્ષનું વિતરણ મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે સંસ્થાના મહિલા સદસ્યો દ્વારા...
હિન્દુ શાસ્ત્રોમાં કુંભ મેળાને 'અમરત્વનો મેળો' કહેવામાં આવ્યો છે. એટલા માટે કુંભ મેળામાં, લાખો ભક્તો આ પવિત્ર સ્થળે સ્નાન કરવા માટે આવે છે જેથી તેઓ પોતાના આત્માને શુદ્ધ કરી શકે. મહાકુંભમાં, વિશ્વભરના સંતો, ઋષિઓ અને ભક્તો પવિત્ર ડૂબકી લગાવે છે. કુંભ મેળામાં શાહી સ્નાનનું વિશેષ મહત્વ છે.
13 જાન્યુઆરી 2025...
મોરબીના એલ.ઈ.કોલેજ રોડ પર આગ્નેશ્વર મહાદેવના મંદિર પાસે આર્થિક સંકડામણથી કંટાળી ઝેરી દવા પી લેતાં આધેડનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મોરબીના નવી પીપળી ધર્મગંગા સોસાયટીમાં રહેતા અભયભાઈ બાલાશંકર દવે (ઉ.વ.૪૮) ના પોતાના ધંધા વેપાર બરાબર ચાલતો ન હોય જેથી આર્થિક સંકડામણથી કંટાળી મોરબીના એલ.ઈ.કોલેજ રોડ પર આગ્નેશ્વર મહાદેવના...