Thursday, December 5, 2024

મોરબી ના જુના બસ સ્ટેન્ડ મા મહિલા નું ધ્યાન ચુકવી ગઠીયો 1.75 લાખના દાગીના ભરેલ પર્સ ચોરી છનન……..

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી નાં જુના બસ સ્ટેન્ડ મા લોકો નાં ખીસ્સા કાપવાના અને કિંમતી માલસામાન ની ચોરી થવાના કિસ્સા ઓ અવારનવાર સામે આવે છે ત્યારે વધુ એક લાખો રૂપિયા નાં મુદામાલ ની ચોરી થયા ની પોલીસ ફરીયાદ નોંધાયેલ છે
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ કેશોદના રહેવાસી હેમીબેન કરશનભાઈ ચાવડાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તેઓ મોરબી તેના ભાઈ નટુભાઈના ઘરે દીકરીના લગ્ન હોવાથી આવ્યા હતા જેથી લગ્નમાં પહેરવા સોનાના દાગીના સાથે લાવ્યા હતા જે લગ્ન પતાવીને તેઓ તા. ૨૩-૦૨ ના રોજ કેશોદ જવા મોરબીના જુના બસ સ્ટેન્ડ આવ્યા હતા અને મોરબી-રાજકોટ એસટી બસમાં ચડતી વેળાએ તેના ખભે રાખેલ પર્સમાં રહેલા સોનાના દાગીના જેમાં સોનાનો હાર ત્રણ તોલા કીમત રૂ ૭૫,૦૦૦ સોનાની વીંટી એક તોલા કીમત રૂ ૨૫,૦૦૦, સોનાનું લોકેટ સાડા ત્રણ તોલા કીમત રૂ ૭૫,૦૦૦ અને ૧૫૦૦ રોકડ સહીત ૧,૭૬,૫૦૦ ની મત્તા ચોરી થઇ હતી.

બસમાં ચડ્યા બાદ મહિલાએ પર્સ ચેક કરતા તેને જાણ થઇ હતી અને લજાઈ ચોકડી પાસે બસ ઉભી રખાવી બાદમાં પોલીસને ફરીયાદ કરી હતી પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી રહી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર