આઝાદી કા અમૃત મહોત્સવ યોજના અંતર્ગત નગરપાલિકાઓમાં જુના વેરાની વ્યાજમાફી આપતી પ્રોત્સાહક વળતર યોજના ની મુદત આજે પૂર્ણ થઈ ગઈ છે ત્યારે સરકાર દ્વારા આ યોજના હજુ બે મહિના સુધી લંબાવવામાં આવેલ છે એટલે આ યોજનાનો લાભ કરદાતાઓ 31 મે સુધી લઈ શકાશે.
વધુ જાણવા મળતી વિગતો મુજબ ગુજરાત રાજ્યની નગરપાલિકાઓમાં મિલકત ધારકો પાછલી બાકી રકમ સમયસર ભરતા ન હોઇ નગરપાલિકાની પાછલી બાકી કરવેરાની વસુલાત મોટા પ્રમાણમાં બાકી રહેતી હતી. કરદાતાઓને અગાઉના વર્ષોની બાકી કરવેરાની રકમ ભરવામાં સરળતા રહે, પ્રોત્સાહન મળે તેમજ નગરપાલિકાઓને પણ આવકમાં વધારો થાય તે માટે મિલકત ધારકો અને નગરપાલિકાઓના હિતને ધ્યાને રાખી સરકાર દ્વારા “આઝાદી કા અમૃત મહોત્સવ પ્રોત્સાહક વળતર યોજના”દાખલ કરવામાં આવેલ. જે પરત્વે તા.૧૯/૦૨/૨૦૨૨ના રોજ પરિપત્ર કરવામાંઆવેલ. જેમાં ગુજરાત રાજ્યની નગરપાલિકાઓમાં મિલકત પેટે આગાઉના વર્ષોના જુના માંગણા ભરપાઈ કરવા માટે તમામ પ્રકારના વેરાની બાકી રકમ તા.૩૧/૦૩/૨૦૨૨ સુધીમાં ભરપાઇ કરે તો નોટીસ ફી, વ્યાજ / પેનલ્ટી / વોરંટ ફી પેટેની ૧૦૦% રકમ માફ કરવામાં જે અન્વયે રાજ્યની નગરપાલિકાઓ દ્વારા “આઝાદી કા અમૃત મહોત્સવ પ્રોત્સાહકતર યોજના” હેઠળ આજદિન સુધી પાછલી બાકીની થયેલ વસુલાત તેમજ વ્યાજમાફી દ્વારા આપવામાં આવેલ રકમને ધ્યાને લઈ તેમજ જુદી-જુદી નગરપાલિકાઓમાંથી મળેલ રજુઆતોને ધ્યાને લઈ રાજયની જાહેર જનતાને વધુમાં વધુ લાભ થઈ શકે તે હેતુથી રાજ્યની નગરપાલિકાઓમાં કરવેરા વસુલાત હેઠળ “આઝાદી કા અમૃત મહોત્સવ પ્રોત્સાહક વળતર યોજનાની મુદતમાં વધુ બે માસ એટલે કે ૩૧/૦૫/૨૦૨૨ સુધીનો વધારો કરવાની મંજુરી આપવામાં આવેલ છે. આમ, રાજયની નગરપાલિકાઓમાં “આઝાદી કા અમૃત મહોત્સવ પ્રોત્સાહક વળતર યોજના” હેઠળ નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧ સુધીના અગાઉના વર્ષોના તમામ પ્રકારના જુના બાકી માંગણાની રકમ ભરપાઈ કરવા માટેની મુદત તા.૩૧/૦૫/૨૦૨૨ સુધી લંબાવવામાં આવી છે.
મોરબી ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસિસ દ્વારા મંગલમ પ્લે હાઉસ હાઉસિંગબોર્ડ મોરબી ૧ અને શ્રીમતી નલીનીબેન જી મહેતા હાઈસ્કુલ સામાકાંઠે નજરબાગ રેલવે સ્ટેશનની બાજુમાં કાંઈપણ અણબનાવનાં બને ભાગરૂપે અને જો એવો કોઈ અણબનાવ બને તો કેવી રીતે તેમાંથી નીકળવું તે અંગે ફાયર વિભાગ દ્વારા ટ્રેનીંગમાં શીખડાવવામાં આવ્યું છે.
તેમજ અગ્નિસામક યંત્રનો...