મોરબી : જુનિયર કલાર્ક ની પરીક્ષાને લઈને તડામાર તૈયારી શરૂ
જો પાઇપ લાઇન ની જેમ પેપર લીક ના થઇ તો વિદ્યાર્થીઓ ની મહેનત રંગ લાવશે બાકી યુવારજસિંહ કરે એ સાચું !
અગાઉ પેપર લીક થયાને પગલે જુનીયર ક્લાર્કની પરીક્ષા રદ કરવામાં આવી હતી જે પરીક્ષા તા. ૦૯ એપ્રિલના રોજ યોજાનાર હોય જેથી મોરબીમાં તંત્રએ તમામ તૈયારીઓને આખરી ઓપ આપ્યો હતો
મોરબી જીલ્લાના ચાર તાલુકામાં પરીક્ષાનું આયોજન કરાયું છે જુનિયર ક્લાર્કની પરીક્ષા મોરબી જીલ્લામાં ૬૮ કેન્દ્રો પરના ૭૦૪ બ્લોકમાં યોજાશે જેમાં ૨૧,૧૨૦ પરીક્ષાર્થીઓ પરીસ્ખા આપશે જેમાં ૧૧ ફ્લાઈંગ સ્કવોડ, ૨૧ રૂટ દ્વારા પેપર પહોંચાડવાની કામગીરી થશે એક કેન્દ્ર પર પાંચ પોલીસ જવાન તૈનાત રહેશે દરેક કેન્દ્ર પર બોર્ડના પ્રતિનિધિ હાજર રહેશે મોરબી જીલ્લા પંચાયત ખાતે પરીક્ષાને ધ્યાને લઈને ખાસ કંટ્રોલ રૂમ શરુ કરવામાં આવ્યો છે અને જીલ્લા માટે હેલ્પ લાઈન નંબર ૦૨૮૨૨ ૨૯૯૧૦૦ કાર્યરત કરવામાં આવ્યો છે જે કંટ્રોલ રૂમમાં ૨૦ કર્મચારીઓ અને અધિકારીઓનો સ્ટાફ તૈનાત રહેશે તેમ ડેપ્યુટી ડીડીઓ ઇલાબેન ગોહિલે માહિતી આપતા જણાવ્યું હતું