Friday, September 27, 2024

મોરબી જિલ્લાની સરકારી પ્રાથમિક શાળાઓમાં શિવાનંદ આશ્રમ દ્વારા તંદુરસ્તી તમારા હાથમાં પુસ્તક અર્પણ કરાયું

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબી જિલ્લાની 500 જેટલી પ્રાથમિક સરકારી શાળાઓમાં અને તમામ સીઆરસી બીઆરસીમાં મળીને કુલ 600 પુસ્તકનું વિતરણ કરાયું.

મોરબીમાં શાળાઓ માટે અનેકવિધ સેવાકીય પ્રવુતિ ચાલે છે,લોકો શાળાઓ માટે જરૂરી વસ્તુઓ જેવી જે કમ્પ્યુટર, એલ.ઈ.ડી. પંખા,બાળકો માટે સ્ટેશનરી કીટ વગેરે કંઈકને કંઈક દાન અર્પણ કરતા હોય છે ત્યારે શિવાનંદ આશ્રમ પ્રેરિત મોરબીમાં દિવ્ય જીવન સંઘ ચાલે છે,આ દિવ્ય જીવન સંઘ દ્વારા લોકો આરોગ્યપ્રદ જીવન જીવે,નાની મોટી તકલીફોના આયુર્વેદિક ઉપચારો કરીને સાજા થાય, આ આયુર્વેદિક દ્રવ્યો દરેકના રસોડામાંથી જ મળી રહે છે એનો ઉપયોગ કેવી રીતે કરવી એની સરળ સમજૂતી આપેલ છે જેમ કે માથાના દુખાવાના ઉપાયો,માથાના વાળની માવજત,અનિંદ્રા-ઉંઘ સારી આવે તેના ઉપાયો,નશો ઉતારવાના ઉપાયો,આંખની માવજત,શ્વસનતંત્ર માવજત, પાચનતંત્ર માવજત સારવાર, હૃદયની માવજત, પ્રજનનતંત્ર માવજત,બાળકની માવજત સ્ત્રીઓના દર્દો ઉપાય અને સારવાર, ચામડીની માવજત સાંધાનસ દુખાવા,વગેરે 250 જેટલા રોગોના ઉપચારો માટેનું પુસ્તક તંદુરસ્તી તમારા હાથમાં Health is in Your Hand 600 પુસ્તકો મોરબી જિલ્લાની તમામ સરકારી શાળાઓ અને તમામ સીઆરસી અને બીઆરસીમાં તમામ કો.ઓર્ડીનેટર મારફત અર્પણ કરેલ છે એ બદલ શિક્ષક પરિવાર વતી રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા પુસ્તકના સંકલન કર્તા ડો.રજનીભાઈ ખીમજીભાઈ કાલરીયા દિવ્યજીવન સંઘ-મોરબી શિવાનંદ આશ્રમ-ઋષિકેશનો આભાર પ્રકટ કરેલ છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર