Sunday, January 12, 2025

મોરબી જિલ્લાના પ્રભારી મંત્રીની અધ્યક્ષતામાં ૧૯મી માર્ચે જિલ્લા આયોજન મંડળની બેઠક મળશે

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

જિલ્લા આયોજન મંડળ મોરબીની બેઠક તા.૧૯/૦૩/૨૦૨૨ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે જિલ્લા સેવાસદન સભાખંડ મોરબી ખાતે મોરબી પ્રભારી મંત્રી અને પશુપાલન અને ગૌસંવર્ધન રાજયમંત્રી દેવાભાઈ માલમના અધ્યક્ષસ્થાને યોજાશે.

આ બેઠકમાં તા.૨૮/૦૬/૨૦૨૧ ની જિલ્લા આયોજન મંડળ, મોરબીની બેઠકની કાર્યવાહી નોંધને બહાલી આપવા, વિકેન્દ્રીત જિલ્લા આયોજન કાર્યક્રમની વિવિધ જોગવાઈ હેઠળની વર્ષ-૨૦૨૨-૨૩ માટેની નવી દરખાસ્તો મંજૂર કરવા, સામાજિક અને શૈક્ષણિક પછાત યોજના વર્ષ-૨૦૨૨-૨૩ ની નવી દરખાસ્તો મંજૂર કરવા, વિકેન્દ્રીત જિલ્લા આયોજન કાર્યક્રમની વિવિધ જોગવાઈ હેઠળની વર્ષ-૨૦૧૮-૧૯ થી વર્ષ-૨૦૨૧-૨૨ ના ખુટતું આયોજન તેમજ કામોના ફેરફારને બહાલી આપવા, જિલ્લા આયોજનની વિવિધ જોગવાઈ હેઠળના વર્ષ-૨૦૨૦-૨૧ અને વર્ષ-૨૦૨૧-૨૨ ના કામોની સમીક્ષા આ બેઠકમાં ચર્ચા- વિચારણા હાથ ધરવામાં આવશે તેમ જિલ્લા આયોજન અધિકારી જે. કે. બગીયાની યાદીમાં જણાવાયું છે.

 

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર