Friday, September 20, 2024

મોરબી જિલ્લા માટે મંજુર થયેલી સરકારી મેડીકલ કોલેજ અન્યત્ર તબદીલ ન કરતા મોરબી જિલ્લામાં જ કાર્યરત કરવા રજુઆત કરતા કાંતિભાઈ અમૃતિયા

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબીને સરકારી મેડિકલ કોલેજને બદલે બ્રાઉન ફિલ્ડ ખાનગી મેડિકલ કોલેજ આપવાના ગુજરાતની ભાજપ સરકારના નિર્ણયનો જોરદાર વિરોધ થઇ રહ્યો છે એવા સમયે  મોરબી માળીયા વિસ્તારનાં પુર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા મુખ્યમંત્રી ને લેટર દ્વારા રજુઆત કરવામાં આવી છે

મોરબી જીલ્લાને મળેલ સરકારી મેડીકલ કોલેજનું કોઈ ખાનગી રાહે સંચાલન કરવા માટે ગુજરાત સરકારએ વિચારણા કરેલ હતી. તે અંગે મોરબી જીલ્લાને મળેલી સવલત જળવાઈ રહે તે માટે રજુઆત કરવામાં આવી છે વધુમાં તેમણે જણાવ્યું હતું કે તાજેતરમાં વૈશ્વિક મહામારી કોવીડ-૧૯ માં પણ મોરબીમાં ડોક્ટરની ઘટ જણાય આવી હતી અને તેની સારવાર ઉચિત રીતે મળી શકી ન હતી તેવા સમયે મોરબી મુકામે મંજૂર થયેલી સરકારી મેડિકલ કોલેજને અન્યત્ર સ્થળે તબદીલ કરવી એ મોરબી માટે ખૂબ જ અન્યાયકર્તા છે તેવુ કહેવામાં આવ્યુ છે.

તેમજ મોરબી વિસ્તારમાં પ્રતિ વર્ષે સેંકડો વિદ્યાર્થીઓ ચીન ફિલિપાઇન્સ રશિયા યૂક્રેન નેપાળ જેવા દેશોમાં એમબીબીએસ કરવા માટે જાય છે તેવા સમયે મોરબી જિલ્લા માટે મંજૂર થયેલી સરકારી મેડિકલ કોલેજ અન્યત્ર તબદીલ કરવાનો નિર્ણય રદ કરી મોરબી જિલ્લામાં કાર્યરત કરવાનો આદેશ પ્રસિધ્ધ કરવામાં આવે તેવી ભલામણ સાથે વિનંતી આ લેટરમાં કરવામાં આવી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર