મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી નો પરીપત્ર સરકારી પ્રાથમિક શાળાઓનો સમય સવારનો રહેશે
મોરબી : મોરબી જિલ્લા પંચાયતની શિક્ષણ શાખા દ્વારા સરકારી પ્રાથમિક શાળાઓનો એપ્રિલથી જૂન દરમિયાનનો સમય નક્કી કરવામાં આવ્યો છે.
મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ જાહેર કરેલા પરિપત્ર મુજબ મોરબી જિલ્લા શિક્ષણ સમિતિ હસ્તકની સરકારી પ્રાથમિક શાળાઓનો સમય તા. ૧/૪/૨૦૨૨થી તા. ૩૦/૬/૨૦૨૨ સુધી સવારે ૦૭:૧૫ થી ૧૨:૧૫ (સોમવા૨થી શનિવાર) સુધીનો રાખવાનો રહેશે તથા બે પાળીમાં ચાલતી શાળાઓમાં સવારની પાળીમાં ધો. ૧ થી ૫ અને બપોરની પાળીમાં ધો. ૬થી ૮ નું શૈક્ષણિક કાર્ય કરાવવાનું રહેશે