મોરબી જિલ્લા પોલીસવડા સુબોધ ઓડેદરા દ્વારા ફરી એકવાર આંતરિક બદલીઓ કરવામાં આવી છે
જાણવા મળતી વિગત મુજબ મોરબી જિલ્લામાં મોરબી શહેર એ ડિવિઝન બી ડિવિઝન મોરબી તાલુકા માળિયા(મી) અને ટંકારા,હળવદ સહિત વાંકાનેર શહેર વાંકાનેર તાલુકો તથા ટ્રાફિક સહિતના સ્થળોએ ફરજ બજાવતા 51 પુરુષ પોલીસ કર્મચારીઓ ની અને 9 જેટલા મહિલા પોલીસ કર્મચારીઓ મળી કુલ 60 જેટલા મોરબી જિલ્લા નાં પોલીસ કર્મચારીઓ ની આંતરીક બદલી કરાઈ હતી અગાઉ બદલી પામેલા 5 જેટલા પોલીસ કર્મચારીઓ ની બદલી નાં હુકમો રદ કરવામા આવ્યાં હતાં અને મહિલા પોલીસ કર્મચારીને હાલની ફરજના સ્થળે થી છૂટા થઈ ને તાત્કાલિક બદલી પામેલા સ્થળે હાજર થવા હુકમ કરવામાં આવ્યો હતો
