Monday, January 13, 2025

મોરબી જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ નાં ઉપક્રમે લોક અદાલત નું આયોજન કરવામાં આવ્યું

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબીમાં કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા જીલ્લાની અદાલતોમાં લોક અદાલત યોજાઈ

રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ નવી દિલ્હી તેમજ ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ અમદાવાદના માર્ગદર્શન હેઠળ મોરબી જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ના ઉપક્રમે મોરબી જીલ્લાની તમામ અદાલતો તેમજ મોરબી જીલ્લાની ફેમીલી કોર્ટ ખાતે મુખ્ય જીલ્લા ન્યાયાધીશ એ ડી ઓઝા સાહેબના માર્ગદર્શન હેઠળ મેગા નેશનલ લોક અદાલતનું આયોજન કરાયું હતું

જે લોક અદાલતમાં મોટર વાહન અધિનિયમ ૧૯૮૮ અંતર્ગત અકસ્માતને લગતા કેસો, ફોજદારી સમાધાન લાયક કેસો, નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ ૧૩૮ ના કેસો, લગ્ન સંબંધી ફેમીલી કેસો, ભરણપોષણ કેસો, LAR ના કેસો, બેંકના દાવાઓ તેમજ પીજીવીસીએલના કેસો સમાધાન માટે મુકેલ હતા જેમાં કુલ ૪૬૫ કેસોમાં સુખદ સમાધાન થયું છે તેમજ પ્રી લીટીગેશન કેસો (કોર્ટમાં દાખલ નહિ થયેલ કેસો) માં કુલ ૧૦૭૪ કેસોમાં સુખદ સમાધાન થયું છે તેમજ મેજીસ્ટ્રેટના સ્પેશ્યલ સીટીંગમાં ૨૩૫૬ કેસોનો નિકાલ થયો છે તમામ કેસો મળીને કુલ રૂ ૨૫,૯૭,૫૯,૦૫૫ ની રકમનું સેટલમેન્ટ થયેલું છે.

 

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર