Sunday, September 29, 2024

માળીયાના સરવડ ગામે સાત મકાનના તાળા તોડી રૂપીયા 1.47 લાખની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી ચોરી ગયેલ મુદામાલ સાથે બે ઈસમોને મોરબી ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડયા

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: માળીયા તાલુકાના સરવડ ગામે રાત્રીના સાત મકાનના તાળા તોડી રૂપીયા ૧,૪૭,૦૦૦/- ની ઘરફોડ ચોરી થયેલ જેનો ભેદ ઉકેલી ચોરીમાં ગયેલ મુદામાલ સાથે ચોરી કરતી ગેંગના-૨ આરોપીઓને ગણતરીના દિવસોમાં મોરબી ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડયા છે.

ગઇ તા.૨૮/૧૨/૨૦૨૨ ના રાત્રીના સમયે સરવડ ગામે સાત જેટલા બંધ મકાનના તાળા તોડી ઘરમાં રાખેલ રોકડા રૂપીયા તથા સોના ચાંદીના દાગીનાની કિ.રૂ. ૧,૬૫,૮૦૦/-ની માલમત્તાની કોઇ અજાણ્યા ચોર ઇસમો ચોરી કરી લઇ ગયેલ હોય જે અંગે માળીયા મિ. પોલીસ સ્ટેશનમાં ઇ.પી.કો.કલમ ૪૫૭,૩૮૦ મુજબનો ગુનો તા. ૨૮/૧૨/ ૨૦૨૨ ના ગુનો રજીસ્ટર કરાવેલ હતો. જે ગુનો વણશોધાયેલ હોય જેથી તાત્કાલીક એલ.સી.બી./પેરોલ ફર્લો સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી બનાવ સ્થળનુ નિરીક્ષણ કરી ચોરી કરનાર ઇસમો તથા મુદામાલ શોધી કાઢવા પ્રયત્નશીલ હતા. દરમ્યાન હ્યુમન ઇન્ટેલીજન્સ તથા ટેકનીકલ માધ્યમ મારફતે મળેલ હકિકત આધારે અગાઉ ચોરીના ગુનામાં પકડાયેલ ધીરૂભાઇ કેશાભાઇ વાજેલીયા રહે. ચૂંપણી તા. હળવદ જિ. મોરબી વાળા તથા તેના સાગરીતોએ આ ગુનાને અંજામ આપેલ હોવાની ચોકકસ બાતમીના આધારે મોરબી માળીયા ફાટક પાસે વોચ ગોઠવી આરોપીઓ પાસેથી આ ગુનામાં ગયેલ મુદામાલ, તથા ગુનામાં વપરાયેલ વાહન, મળી કુલ બે આરોપીઓને હસ્તગત કરી માળીયા મિ. પોલીસ સ્ટેશનમાં સોપવા અંગેની કાર્યવાહી હાથ ધરેલ છે.

પકડાયેલ આરોપીઓ

(૧) ધીરૂભાઇ કેશાભાઇ વાજેલીયા ઉ.વ. પર રહે ચૂપણી ૬૬ કેવી. જી.ઇ.બી. સબ સ્ટેશન પાસે તા. હળવદ જિ. મોરબી

(૨) સાજનભાઇ વિરજીભાઇ ચાડમીયા ઉં.વ. ૨૧ રહે. લતીપરરોડ, ડાયર્વજન પાસે, ધ્રોલ તા. ધ્રોલ જિ. જામનગર

કબજે કરેલ મુદામાલ

(૧) પીળી ધાતુની કાનમાં પહેરવાની પટ્ટી ડિઝાઇન વાળી બુટ્ટી જોડી-૧ નંગ-૨ કી.રૂ. ૬૫૦૦/-

(૨) પીળી ધાતુના નાકમાં પહેરવાના દાણા નંગ-૨ કિ.રૂ. ૧૦૦૦/-

(૩) પીળી ધાતુનો ચેઇન-૧ કી.રૂ. ૩૮,૭૦૦/-

(૪) પીળી ધાતુની વીંટીઓ નંગ-૨ કી.રૂ.૩૩,૦૦૦/-

(૫) સફેદ ધાતુના સીક્કા નંગ-૨૦ કી.રૂ.૬૦૦૦/-

(૪) રોકડા રૂપીયા ૭૦,૬૦૦/-

(૫) તાળા તોળવામાં ઉપયોગમાં લીધેલ ટાયર ખોલવાનું પાનુ તથા ડીસમીસ કી.રૂ.૫૦/- મળી કુલ રૂ. ૧,૬૫,૮૫૦/-

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર