Wednesday, September 25, 2024

માળીયાના ચીખલી ગામે પીવાના પાણીની સુવિધા પુરી પાડવા સીએમને પત્ર લખી રજૂઆત કરી

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

માળીયા (મી): માળિયા (મી) તાલુકાના ચિખલી ગામે પીવાના પાણી ન મળતું હોવાથી પીવાના પાણીની સુવિધા પુરી પાડવા ઈન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી બાવરવાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી રજુઆત કરી.

મોરબી જીલ્લાના માળિયા (મી) તાલુકાના ચિખલી ગામમાં પીવાનું પાણી મળતું નથી. દરરોજ ગામની મહિલાઓ બે કિમી દૂર સુધી પાણી ભરવા માથે બેડા મુકીને જાય છે.

આઝાદીના ૭૫ વર્ષ પછી પણ જો આવી સ્થિતિ હોય તો તંત્ર શું કરી રહ્યું છે? આ બાબતે સત્વરે યોગ્ય કરવા ઈન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી બાવરવાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી રજુઆત કરી છે. તેમજ મોરબી જીલ્લા કલેકટરને યોગ્ય આદેશ કરવા તેમજ યોગ્ય ભલામણ સાથે રજુઆત ઉપર મોકલી આપવા વિનંતી કરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર