ગુજરાત સરકાર દ્વારા અમલીકૃત માનવ કલ્યાણ યોજના માર્ચ-૨૦૨૨ થી ઓનલાઇન કરવામાં આવેલ છે, અને કચેરી દ્વારા અરજદારોને અરજીમાં જરૂરી પૂર્તતા માટે send bank કરેલ અરજીઓમાં અરજદારોને તેમાં જરૂરી સુધારા વધારા કરવા માટેની આખરી તારીખ . ૩૧/૦૫/૨૦૨૨ હતી.
પરંતુ સંયુકત નિયામક(ટેક્ષ.), ગાંધીનગરના પત્ર મુજબ લાભાર્થીઓને આ યોજનાનો લાભ મેળવવા વધુ તક આપવાના હેતુસર પોર્ટલ તારીખ-૧૮/૦૬/૨૦૨૨ સુધી જરૂરી પૂર્વતા કરી શકે તે માટે પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવે છે. જેથી પૂર્તતા સાથે અરજી કરવા જનરલ મેનેજર, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર-મોરબીની યાદીમાં જણાવાયું છે.
સ્વદેશી જાગરણ મંચ અને સ્વાવલંબી ભારત અભિયાન દ્વારા રાષ્ટ્ર ઋષિ દત્તોપંત થેંગડીજીની જન્મજયંતિને સમગ્ર દેશમાં સ્વદેશી સ્વાવલંબન દિવસ તરીકે ઉજવવામાં આવી. મુખ્ય કાર્યક્રમ દિલ્હી સ્થિત કાર્યાલય પર યોજાયો હતો અને દેશના ૫૦૦ જિલ્લામાંથી કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા.
આ કાર્યક્રમમાં આર્ટ ઓફ લિવિંગના સ્થાપક રવિશંકરજી મુખ્ય અતિથિ તરીકે અને વી....
રંગપડીયા પરિવારનાં વડીલોનાં વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી હવનની શરૂઆત કરવાવમાં આવી હતી.
મોરબીના રાજપર ગામ ખાતે આવેલ રંગપડીયા પરિવારના કુળદેવી બહુચરાજી માતાજીના મંદિર નું હાલમાંજ ખૂબ સરસ રીનોવેશન કરવામાં આવ્યું છે જેથી રાજપર ગામના સમસ્ત રંગપડીયા પરિવાર દ્વારા 11 કુંડી નવચંડી યજ્ઞ નું આયોજન કરવામાં આવ્યું હતું.
આ આયોજન રાજપર...
હળવદ: GMERS મેડીકલ કોલેજ મોરબી તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જુના દેવળિયાના સહયોગ થી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જુના દેવળિયા ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં બ્લડ ડોનેશન કેમ્પને ગામના સરપંચ વશરામભાઈ સોલંકી, તાલુકા અગ્રણી લાલભાઈ પટેલ, તાલુકા વિકાસ અધિકારી હળવદ દ્વારા દિપ પ્રાગટ્ય કરીને આ કેમ્પને...