તા.૮/૫/૨૨ ના રોજ એટલે મધર્સ ડે ના દિવસે વાંકાનેર તાલુકામાંથી ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન સેવામાં
એક પીડિત મહિલાનો કોલ આવેલ કે તેના આઠ વર્ષના બાળકને તેના પતિ લઈને જતા રહ્યા છે તુરંત મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન સ્થિત ૧૮૧ અભયમ ટીમ ઘટના સ્થળે પહોંચી અને પીડિતાનું કાઉન્સિલિંગ કરતા જાણવા મળ્યું કે પીડિતાનાં લગ્ન ને ત્રણ વર્ષ થયા છે અને તેને આઠ માસ નું નાનું બાળક છે સાસરીમાં અવાર નવાર નાની નાની બાબતોમાં થતા ઝગડાથી કંટાળીને આઠ માસના બાળક સાથે પિયરમાં આવેલ હતા ત્યારે આજરોજ તેમના પતિ તેને સાસરીમાં લઈ જવા આવેલા પરંતુ વારંવાર ઝગડાઓથી કંટાળી સાસરીમાં પાછા જવા માંગતા ન હતા તેથી તેના પતિ તેના આઠ માસના નાના બાળકને લઈને જતા રહ્યા છે તેનું બાળક સ્તનપાન જ કરતું હોવાથી વધારે ચિંતિત જણાતા હતા ત્યારબાદ પીડિતાને આશ્વાસન આપી, તેના સાસરીમાં સાથે લઈ જઈ ત્યાં બંન્ને પક્ષોનું કુશળ કાઉન્સિલિંગ કરી નાના બાળક અને ઘરમાં થતાં નાના મોટા જગડાઓ બાબતે સમાધાનકારી નિરાકરણ લાવતા તેના પતિ એ રાજીખુશીથી બાળકને તેના પત્નીને શોપ્યું હતું
આમ મધર્સ ડેના દિવસે માતાની હુંફ થી વંચિત આઠ માસના નાના બાળકને તેની માતા સાથે મિલન કરાવેલ
મોરબીના વિસીપરા સ્મશાન રોડ ઉપર આવેલ કેશવાનંદ બાપુના આશ્રમ પાસેથી દેશી બંદૂક સાથે એક ઈસમને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટાફને સંયુકતમા ખાનગીરાહે બાતમી મળેલ કે, મોરબી વીસીપરા સ્મશાન રોડ ઉપર કેશવાનંદ બાપુના આશ્રમ પાસે એક ઇસમ દેશી હાથ...
હળવદ તાલુકાના ચરાડવા ગામની સીમમાં માથાભારે શખ્સે સરકારી જમીન પર બે દુકાન બનાવી દબાણ કરેલ હોય જે હળવદ પોલીસ દ્વારા તલાટી મંત્રીની હાજરીમાં દબાણ દૂર કરી ડીમોલેશન કરાયું છે.
હળવદ તાલુકાના ચરાડવા ગામની હદ વિસ્તારમાં કે.ટી. મિલ પાસે આરોપી સદામ ગુલમહમદ ભટ્ટી વિરુધ્ધમાં ઈંગ્લીશ અને દેશી દારૂના અને મારામારીના અને...
બાળકોના શિક્ષણ, પોષણ અને રહેઠાણની સુવિધાઓનું નિરીક્ષણ કરી સંસ્થાઓને માર્ગદર્શન આપ્યું
મોરબી ખાતે ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના અધ્યક્ષ ધર્મિષ્ઠાબેન ગજ્જર તથા સચિવ ડો.બી.ડી. કાપડીયા દ્વારા મોરબી જિલ્લાનાં બાળ સંરક્ષણ ગૃહોની મુલાકાત લઈ કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે બાળકોની સંખ્યા, વ્યવસ્થાપન તેમના શિક્ષણ તથા સુરક્ષાને...