Sunday, November 17, 2024

મતદારયાદીની શ્રેષ્ઠ કામગીરી બદલ કર્મચારીઓને સન્માનીત કરી મોરબીમાં રાષ્ટ્રીય મતદાતા દિનની ઉજવણી કરાઈ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

“મતદાનથી વિશેષ કંઈ નહીં, અમે અવશ્ય મતદાન કરીશું.” ના મત સાથે એલ.ઈ. કોલેજ ખાતે રાષ્ટ્રીય મતદાતા દિવસ ઉજવાયો

મોરબી: રાષ્ટ્રીય મતદાતા દિવસ નિમિતે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એસ. એમ. કાથડ સહિતના મહાનુભાવોના હસ્તે વર્ષ દરમિયાન ચૂંટણી, મતદારયાદી સંબંધિત કામગીરી તેમજ મતદાર જાગૃતિ અન્વયે શ્રેષ્ઠ કામગીરી કરનાર અધિકારી તેમજ કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

મોરબી ખાતે ૧૩ માં રાષ્ટ્રીય મતદાતા દિવસની ખૂબ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. ઉજવણી અન્વયે વાંકાનેર મતદાર નોંધણી અધિકારી અને પ્રાંત અધિકારી એ એચ. શેરસીયાનું જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ મતદાર નોંધણી અધિકારી તરીકે, મદદનીશ નોંધણી અધિકારી અને જિલ્લા પુરવઠા અધિકારી ડી. સી. પરમારનું જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ મદદનીશ નોંધણી અધિકારી તરીકે, મદદનીશ શ્રમ આયુક્ત મેહુલ હિરાણીનું સ્વિપ કામગીરીમાં શ્રેષ્ઠ નોડલ અધિકારી તરીકે, નાયબ મામલતદાર(મતદાર યાદી)નું જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ મામલતદાર તરીકે સન્માન કરવામાં આવ્યું હતું.

સમગ્ર વર્ષ દરમિયાન BLO તરીકે શ્રેષ્ઠ કામગીરીમાં ૬૫ – મોરબી વિધાનસભા મતવિસ્તાર માટે આર. આર. બળાઈનું, ૬૬ – ટંકારા વિધાનસભા મતવિસ્તાર માટે આર. બી. ઢેઢીનું અને ૬૭- વાંકાનેર વિધાનસભા મતવિસ્તાર માટે એન. એમ. પરાસરાનું સન્માન કરવામાં આવ્યું હતું. ૬૫ – મોરબી વિધાનસભા મતવિસ્તાર માટે એ. આર. દલસાણિયાનું, ૬૬ – ટંકારા વિધાનસભા મતવિસ્તાર માટે એ. બી. પુજારા અને ૬૭- વાંકાનેર વિધાનસભા મતવિસ્તાર માટે એન. એમ. પરાસરાનું આર. એચ જાડેજાનું જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ સુપરવાઈઝર તરીકે સન્માન કરવામાં આવ્યું હતું.

શ્રી દોશી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજનું ૬૭- વાંકાનેર વિધાનસભા મતવિસ્તારમાં જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ મતદાર સાક્ષરતા કલ્બ(ELC) તરીકે, જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ ચુનાવ પાઠશાળામાં ૬૫ – મોરબી વિધાનસભા મતવિસ્તાર માટે શ્રી રત્નમણિ પ્રાથમિક શાળા, મોટી બરાર, તા.માળિયાનું, ૬૬ – ટંકારા વિધાનસભા મતવિસ્તાર માટે શ્રી મોટી ચણોલ પ્રાથમિક શાળાનું તથા ૬૭- વાંકાનેર વિધાનસભા મતવિસ્તાર માટે શ્રી તાલુકા શાળા નં.૨, વાંકાનેરનું સન્માન કરવામાં આવ્યું હતુ.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર