Saturday, November 23, 2024

ભરૂચમાં કંપનીમાં લુટ કરી ત્રણ સીકયુરીટીના મોત નિપજાવનાર નાસતો ફરતો આરોપી મોરબીથી ઝડપાયો 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: ભરૂચ જિલ્લાના અકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ પી.જી.ગ્લાસ કંપનીમાં લુટ / ધાડ પાડવા સારૂ ગુન્હાહિત અપપ્રવેશ કરી ત્રણ સીકયુરીટીના મોત નિપજાવનાર નાસતા ફરતા આરોપીને મોરબી ક્રાઇમ બ્રાન્ચ/પેરોલ ફર્લો સ્કવોડની ટીમે ઝડપી પાડયો છે.

ગઇ તા.૧૮/૦૯/૨૦૧૯ ના રોજ ભરૂચ જીલ્લાના અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોસંબા રોડ પર ઉંટીયાદરા ગામ પાસે આવેલ પી.જી.ગ્લાસ કંપનીમાં સીકયુરીટી ગાર્ડ પોતાની ફરજ ઉપર હતા ત્યારે મોડી રાત્રીના સમયે આશરે ૨૫ થી ૩૦ જેટલા અજાણ્યા ઇસમો પાઇપો, લાકડીઓ, ધારીયા, જેવા સશસ્ત્ર હથિયારો સાથે આવી પોતાના મોઢા કપડાથી ઢાકેલ હાલતમાં ધાડ પાડવા સારૂ કંપનીમાં અપપ્રવેશ કરી ધાડ પાડી કંપનીની માલ મિલ્કત લઇ જવાનો પ્રયત્ન કરતા ફરીયાદી તથા સાહેદો અને મરણજનાર નાઓએ આરોપીઓને રોકતા આરોપીઓએ એકસંપ કરી જીવલેણ હુમલો કરી મારમારી ગંભીર ઇજાઓ કરી મોબાઇલ ફોનની લુટ કરી સીકયુરીટીને કંપનીની રૂમમાં બંધક બનાવી સ્થળ પર ત્રણ સાહેદોના મોત નિપજાવી બે સાહેદોને ગંભીર પ્રકારની ઇજા પહોચાડી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી ગુન્હો આચરેલ હોય જે ગુન્હામાં કુલ-૦૬ આરોપીઓને નાસતા ફરતા દર્શાવેલ છે.

મોરબી એલ.સી.બી.,પેરોલ ફર્લો સ્કવોડનો સ્ટાફ કાર્યરત હતા તે દરમિયાન પેરોલ ફર્લો સ્કવોડના એ.એસ.આઇ.ને ખાનગીરાહે બાતમી મળેલ કે, અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશન ઍ પાર્ટ ઇપીકો કલમ- ૩૯૬, ૩૯૭,૩૪૨,૪૪૭,૪૪૯,૨૦૧,૫૦૪,૫૦૬(૨),૧૨૦(બી) તથા ધી આર્મ એકટ કલમ-૨૫(૧)(એ)(૧-બી) (એ)જી.પી.એકટ-૧૩૫ મુજબના ગુનાના કામે નાસતો ફરતો આરોપી કરણ ઉર્ફે કરણીયો માધુભાઇ કાવીઠીયા રહે.રોજીત તા.બરવાળા જી.બોટાદ વાળો મોરબી જેતપર રોડ ઉપર આવેલ એન્ટીલા સીરામીકમાં મજુરી કામ કરે છે. તેવી બાતમી મળતા જે બાતમીના આધારે સ્ટાફ સાથે ઉપરોકત બાતમી વાળી જગ્યાએ તપાસ કરતા આરોપી કરણ ઉર્ફે કરણીયો માધુભાઇ કાવીઠીયા ઉવ.૨૨ રહે.રોજીત કોળીવાસની બાજુમાં તા.બરવાળા જી.બોટાદ વાળો મળી આવતા ઇસમને હસ્તગત કરી મોરબી તાલુકા પોલીસ સ્ટેશન સોપેલ છે. અને આરોપીનો કબજો મેળવી આગળની કાર્યવાહી કરવા સારૂ અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનને જાણ કરેલ છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર