Thursday, September 19, 2024

બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષાની તારીખની જાહેરાત, હવે 24 એપ્રિલ યોજાશે પરીક્ષા

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

ગુજરાતમાં ગૌણ સેવા દ્વારા લેવાતી બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષાની તારીખની જાહેરાત કરવામાં આવી છે. આગામી 24 એપ્રિલે બિન સચિવાલય કલાર્કની પરીક્ષા યોજાશે.

ગાંધીનગરઃ ગુજરાતમાં ગૌણ સેવા દ્વારા લેવાતી બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષાની તારીખની જાહેરાત કરવામાં આવી છે. આગામી 24 એપ્રિલે બિન સચિવાલય કલાર્કની પરીક્ષા યોજાશે. ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેરાત કરવામાં આવી છે. ટ્વિટ દ્વારા જાહેરાત કરવામાં આવી છે.

આ મામલે અધિક મુખ્ય સચિવે જણાવ્યું કે, અધ્યક્ષ બદલાયા હોવાથી નવેસરથી પરીક્ષા લેવાનો વિચાર કરવામાં આવ્યો છે. આગામી પરીક્ષા માટે ગૌણ સેવા પસંદગી મંડળે નવી SOP બનાવી છે. નવી SOP સાથે ગૌણ સેવા પસંદગી મંડળ મોકૂફ પરીક્ષાનું આયોજન કરાશે.ટેક્નોલોજીનો ભરપૂર ઉપયોગ કરીને આગામી પરીક્ષા લેવામાં આવશે. પ્રશ્ન પત્રના પ્રિંટિંગ અને ટ્રાસ્પોર્ટેશન અંગે પણ નવી SOP બનાવવામાં આવી છે..પૂર્વ અધ્યક્ષ અસિત વોરા વિરુદ્ધ હાલ કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવે તેવી વાત પણ જીએડીના અધિક મુખ્ય સચિવ એ.કે.રાકેશે જણાવ્યું હતું. તેમણે દાવો કર્યો કે, પરીક્ષાા પેપર લીક થવા મામલે તપાસ કરવામાં આવશે અને જવાબદાર સામે કાર્યવાહી કરાશે. પરીક્ષા સ્થળે જ્યાં CCTV નહીં હોય ત્યાં લાઈવ વીડિયોગ્રાફી કરાશે..

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર