મોરબી તાલુકાના હરીપર કેરાળા ગામે પાણીના ટાંકામાં ડૂબી જતા પરિણીતાનું મૃત્યુ નીપજ્યું
મોરબી તાલુકાના હરીપર કેરાળી ગામે રહેતા ક્રીષ્નાબેન નીતીનભાઇ સારોલા (ઉંમર વર્ષ 35) નામના પરિણીતા કોઇપણ કારણોસર પોતાના ઘરે વહેલી સવારે પાણીમા અંડર ગ્રાઉન્ડ ટાંકામા ડુબી જતા મૃત્યુ નીપજ્યું હતું. ઘટના અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરુ કરી છે.
