Saturday, September 28, 2024

પાણી પુરવઠા વિભાગના સ્ટોર રૂમમાં થયેલ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી ચોરી થયેલ કિ.રૂ. 23.24 લાખનો મુદામાલ રીકવર કરી પાંચ આરોપીઓને મોરબી ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડયા 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: પાણી પુરવઠા વિભાગના સ્ટોર રૂમમાં થયેલ ઘરફોડ ચોરીનો ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલી ચોરીમાં ગયેલ તમામ મુદામાલ કિ.રૂ. ૨૩,૨૪,૩૪૪/-નો રીકવર કરી ચોરી કરતી ગેંગના કુલ પાંચ આરોપીઓને મોરબી ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડયા છે.

 

 

ગઇ તા.૨૩/૧૧/૨૦૨૨ થી તા.૧૩/૧૨/૨૦૨૨ ના કલાક-૧૧/૦૦ વાગ્યા પહેલા કોઇ પણ વખતે મોરબી તાલુકાના સાદુળકા ગામની સીમમાં ગુજરાત વોટર ઇન્ફ્રાસ્ટ્રકચર લી.,ના કેમ્પસમાં આવેલ સ્ટોરરૂમની બારીની ગ્રીલ કાઢી તોડી સ્ટોર રૂમમાં ગેરકાયદેસર પ્રવેશ કરી સ્ટોરરૂમ માંથી સબમર્શીબલ પંપ મોટર સેટ-૭ તથા મોટર નંગ-૧૧ તથા કુલ જુદી જુદી સાઇઝના ૧૦,૧૩૩ મીટરના કેબલ, મળી કુલ રૂ.-૨૩,૨૪,૩૪૪/- ના માલ સામાનની ચોરી કરી લઇ ગયેલ હોય જે અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં એ પાર્ટ ઇ.પી.કો. કલમ- ૪૫૪, ૪૫૭,૩૮૦, મુજબ તા.૧૪/૧૨/૨૦૨૨ ના રોજ ગુન્હો રજીસ્ટર કરાવેલ હતો. જે ગુનાની પ્રથમ તપાસ પો.ઇન્સ. મોરબી તાલુકા પો.સ્ટે.નાઓ ચલાવતા હતા. જે ગુનો વણશોધાયેલ હોય અને ગુનાની ગંભીરતાને ધ્યાને લઇ ઉપરી અધિકારીએ વણશોધાયેલ ગુનો શોધી કાઢવા આ તપાસ પોલીસ ઇન્સ. એલ.સી.બી. મોરબીને ટ્રાન્સફર કરેલ હતી

પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ રાજકોટ તથા પોલીસ અધિક્ષક મોરબીનાઓ દ્વારા મોરબી જીલ્લામાં બનતા શરીરા મિલ્કત સબંધી ગુનાઓ બનતા અટકાવવા તેમજ વણશોધાયેલ ગુનાઓ શોધી કાઢવા કે.જે.ચૌહાણ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબી નાઓને સુચના કરેલ હોય જે અન્વયે પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબીના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. પો.સબ.ઇન્સ. એન.એચ. ચુડાસમા તથા એલ.સી.બી., પેરોલ ફર્લો સ્કવોડ તથા ટેકનીકલ ટીમના સ્ટાફ કાર્યરત હતો.

આ વણશોધાયેલ ગુનો શોધી કાઢવા ઉપરી અધિકારીની સુચના, માર્ગદર્શન હેઠળ તાત્કાલીક એલ.સી.બી./પેરોલ ફર્લો / ટેકનીકલ સેલ સ્ટાફના માણસોની અલગ અલગ ટીમો બનાવી બનાવ સ્થળનું નિરીક્ષણ કરી, બનાવ સ્થળની આસપાસ સઘન તપાસ કરી ટેકનીકલ માધ્યમ તેમજ હ્યુમન ઇન્ટેલીજન્સ મારફતે ચોરી કરનાર ઇસમો તથા મુદામાલ શોધી કાઢવા સઘન પ્રયત્નો હાથ ધરેલ હતા. જે તપાસ દરમ્યાન મળેલ બાતમીના આધારે કુલ-૦૫ આરોપીઓ ચોરીમાં ગયેલ મુદામાલ તથા ગુનામાં વપરાયેલ વાહનો, મોબાઇલ ફોન સાથે મળી આવતા તેઓને હસ્તગત કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

આમ, મોરબી એલ.સી.બી.એ પાણી પુરવઠા વિભાગના સ્ટોર રૂમમાં થયેલ રૂપીયા- ૨૩,૨૪,૩૪૪ – ની ઘરફોડ ચોરીનો ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલી ચોરીમાં ગયેલ તમામ ૧૦૦ ટકા મુદામાલ તથા અન્ય મુદામાલ મળી કુલ કી.રૂ. ૪૩,૭૮,૬૯૦/- ના મુદામાલ સાથે ચોરી કરતી ગેંગના કુલ-૦૫ આરોપીઓને પકડી પાડી ઘરફોડ ચોરીનો વણશોધાયેલ ગુનાનો શોધી કાઢવામાં સફળતા મળેલ છે.

પકડાયેલ આરોપીઓ

(૧) સુનીલભાઇ મનજીભાઇ સોલંકી/ભીલ ઉ.વ. ૨૩ રહે. હાલ મોરબી-૦૨ સો-ઓરડી ઉમીયાનગર નર્મદા કારખાનાની બાજુમાં છાપરા વાળા મકાનમાં તા.જી.મોરબી, (૨) પુરારામ ઉર્ફે પંકજભાઇ મગારામ ચૌધરી પટેલ રહે. કાટોલ ગામ તા.સાંચૌર જી.ઝાલોર (રાજસ્થાન), (૩) બન્નાલાલ ઉર્ફે વનાભાઇ સોગાજી ભાંભર મારવાડી ઉ.વ. ૫૦ રહે. હાલ ચરાવડવા કે.ટી. મીલ, પાવર હાઉસ સામે તા.હળવદ જી.મોરબી મુળ ગામ ડીડવણા દેવનારાયણ મંદિર પાસે તા.આમેઠ જી.રાજસમંદ (રાજસ્થાન), (૪) દિનેશભાઇ ઉર્ફે દિનો કેશાભાઇ પરમારા ભીલ ઉ.વ.૨૦ રહે. ગળપાદર નવી જેલ પાછળ મફતીયાપરા વાળા મકાનમાં તા.ગાંધીધામ જી.ભુજ (કચ્છ) મુળ ગામ અજાપર તા. અંજાર જી.ભુજ (કચ્છ), (૫) મગનારામ ઉર્ફે મગન વિરમારામ કલબી/ચૌધરી પટેલ ઉ.વ. ૩૩ રહે. વસ્ત્રાલ સમૃધ્ધગ્રીન સોસાયટી જી. ફલેટ નં-૫૦૧ તનમન ચોકડીની બાજુમાં તા.જી.અમદાવાદ મુળ ગામ પ્રતાપપુરા તા.સાંચૌર જી.ઝાલોર(રાજસ્થાન)

– કબજે કરેલ મુદામાલ

(૧) ટેકનો કંપનીની સબમર્શીબલ મોટર નંગ-૧૭ તથા મોટર પંપ નંગ-૦૭ કુલ કી.રૂ. ૬,૪૫,૧૫૯/- (૨) અલગ અલગ સાઇઝનો કેબલ વાયર આશરે ૮૯૦ કીલોગ્રામ કી.રૂ. ૧૪,૦૮,૦૩૧/- (3) ચોરી કરેલ કેબલ વાયર વેચાણ અંગેના રોકડા રૂપીયા-૨,૦૦,૦૦૦/- (૪) બોલેરો પીકઅપ ગાડી નંબર-GJ-12-A2-7260 કિ.રૂ. ૪,૦૦,૦૦૦/- (૫) નંબર વગરની નવી બોલેરો પીકઅપ ગાડી કી.રૂ. ૭,૦૦,૦૦૦/- (૬) ક્રેટા કાર નંબર-GJ-12-DS-7200 કિ.રૂ. ૫,૦૦,૦૦૦/- (૭) કૈડા કાર નંબર-GJ-01-RY-8687 કિ. ૫,૦૦,૦૦૦/-(૮) અલગ અલગ કંપનીના કુલ મોબાઇલ ફોન નંગ-૦૬ કી.રૂ. ૨૫,૫૦૦/- મળી કુલ કી.રૂ. ૪૩,૭૮,૬૯૦/- નો મુદામાલ કબજે કરેલ છે.

કામગીરી કરનાર અધિકારી તથા પોલીસ કર્મચારીઓ કે.જે. ચૌહાણ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબી તથા PSI એન.એચ. ચુડાસમા, એ.ડી.જાડેજા તથા એલ.સી.બી./ પેરોલ ફર્લો સ્કવોડ તથા ટેકનીકલ ટીમ મોરબીના સ્ટાફ કામગીરીમાં જોડાયેલ હતાં.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર