ગુજરાતનાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ની મોરબી મુલાકાત વેળાએ મોરબી ભાજપે પત્રકારોને નિમંત્રણતો આપી દિધું હતુ પરંતુ કોઈ કારણોસર પત્રકારોની હાજરી ખટકતા સ્થળ પર થી સવિનય જતા રહેવાનુ કહેતા પત્રકારો નારાજ થયા હતા જોકે મોરબી ભાજપને પરિસ્થિતિ સમજાતા લેખિતમાં માફી માંગવી પડી હતી
ગઈ કાલે મોરબી ખાતે ગરીબ કલ્યાણ મેળા અંતરગત ગુજરાત ના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ મંત્રીઓ સહિત ભાજપ આગેવાનો હાજર રહ્યા હતા આ દરમિયાન મુખ્યમંત્રી સહિત મંત્રીઓની ઉદ્યોગપતિ અગ્રણીઓ સાથે મિટિંગનું આજયોજન પણ કરાયુ હતુ આ મિટિંગ માં જિલ્લા ભાજપ દ્વારા મોરબીના પત્રકારોને પણ આમંત્રણ અપાયુ હતુ આમંત્રણ ને અનુસંધાને મોરબી ના પત્રકારો મિટિંગ સ્થળ પર હાજર રહ્યા હતા જોકે મિટિંગ દરમિયાન કોઈ કારણોસર પત્રકારોની હાજરી ખટકતા મોરબી ભાજપ દ્વારા પત્રકારોને સ્થળ પર થી સવિનય નિકળી જવા વિનંતિ કરવામાં આવી હતી જેથી પત્રકારો નારાજ થઈ ગયા હતા બાદમા મોરબી જિલ્લા ભાજપને પોતાની ભુલ સમજાતા મોરબીના પત્રકારોને મનાવવાના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા હતા જોકે પત્રકારો ને બોલાવ્યા બાદ પરત જવાનુ કહેતા પોતાનુ અપમાન થતુ લાગતા તેઓ એ મોરબી જિલ્લા ભાજપ ની એક પણ વાત સાંભળી નહી અને નારાજગી દર્શાવી હતી આખરે જિલ્લા ભાજપે લેખીતમાં માફી માગતો પત્ર આજ રોજ પત્રકારોને મોકલતા આ માફિનામાનો પત્રકારોએ સ્વિકાર કર્યો હતો મોરબી જિલ્લા ભાજપ દ્વારા પત્રકારોને પોતાના મિત્રો અને પરિવાર સમજી વિનવણી કર્યા હોવાનુ અને આ બાબતે દિલસોજી વ્યક્ત કરાઈ હતી.