મોરબી : બ્રહ્મસમાજ નાં આરાધ્ય દેવ એવા ભગવાન પરશુરામ નું ધામ એટલે નવલખી રોડ પર આવેલ પરશુરામ ધામ જે ધીમે ધીમે યાત્રાધામ તરીકે વિકસીર રહ્યું છે ત્યારે આજે પરશુરામધામમાં સંત કુટિર અને ચબૂતરાનું ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું.
મોરબીના પરશુરામધામ ખાતે આજે જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ અને વી. સી. હાઇસ્કુલના પૂર્વ પ્રિન્સિપાલ બી. ટી. ઠાકરના વરદ હસ્તે સંત કુટીર તેમજ ચબુતરાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ શુભ પ્રસંગે ભુપતભાઈ પંડયા, અનિલભાઈ મહેતા, જગદીશભાઈ ઓઝા, આર. કે. ભટ્ટ, નીરજભાઈ ભટ્ટ, નરેન્દ્રભાઈ મેહતા, કૌશિકભાઈ વ્યાસ તેમજ મોરબીના બ્રહ્મઅગ્રણીઓ ઉપસ્થિત રહેલા હતા.
મોરબી જિલ્લામાં પણ પાટીદાર સમાજના ઉમેદવાર જિલ્લા ભાજપ પ્રમુખ બને તેના માટે એક નહિ બે બે જૂથ લોબિંગ કરી રહ્યા ની ભારે ચર્ચા
અમુક જિલ્લા-શહેરોમાં નામ રિપિટ કરવા બાબતે ભારે નારાજગી, હાઈકમાન્ડ પાસે અનેક રજૂઆતો
ભાજપના શહેર અને જિલ્લા પ્રમુખને લઈને ભારે કોકડુ ગુંચવાયું છે. અને આ ગુંચ ઉકેલતા ઉતરાયણ આવી...
મોરબી : અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને એક વર્ષ પૂર્ણ થતાં મોરબી તાલુકાના ઘુંટુ ગામે આજે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ધર્મપ્રેમી લોકોને જોડાવવા આહવાન કરવામાં આવ્યું છે.
રામ જન્મભૂમિ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને એક વર્ષ પૂર્ણ થતાં ઘુંટુ ગામ ખાતે બાપા સીતારામ ગૌશાળા ઢોલ ત્રાસા...