Friday, September 27, 2024

પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે ‘પ્રમુખસ્વામી મહારાજ નગર’નું ભવ્ય ઉદ્ઘાટન 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

અમદાવાદના આંગણે પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવનો શાનદાર શુભારંભ

ભક્તોનો મહાસાગર છલકાયો અને કરોડોએ જીવંત પ્રસારણ નિહાળ્યું લાખોની માનવ મેદની પ્રમુખસ્વામી મહારાજના જયનાદોથી સમગ્ર નગર ગુંજી ઊઠ્યું

સમગ્ર વિશ્વમાં જેની આતુરતાથી રાહ જોવાઈ રહી હતી તેવા, અમદાવાદમાં SP રિંગ રોડ પર ૬૦૦ એકરની વિશાળ ભૂમિ પર રચાયેલ પ્રમુખસ્વામી મહારાજ નગરનો આજે ૧૪ ડિસેમ્બરે ભવ્યાતિભવ્ય ઉદ્ઘાટન સમારોહ સંપન્ન થયો.

પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજની દિવ્ય ઉપસ્થિતિમાં માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા સાંજે ૫.૩૦ કલાકે નગરનો ભવ્ય ઉદ્ઘાટન સમારંભ યોજાયો હતો. આ પ્રસંગે સભામાં લાખો ભક્તો અને ભાવિકોનો મહાસાગર છલકાતો હતો પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાથે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને BAPS ના વરિષ્ઠ સંતો ઉપસ્થિત રહ્યા હતા.

ઉદ્ઘાટનની માંગલિક વેળાએ પ્રમુખસ્વામી મહારાજ મહોત્સવના પ્રેરણામૂર્તિ મહંતસ્વામી મહારાજ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પ્રમુખસ્વામી નગરના મુખ્ય કલાત્મક અને ભવ્ય પ્રવેશદ્વાર – સત વર પાસે પધાર્યા. વૈદિક મંત્રોના ઉચ્ચાર સાથે મહતસ્વામી મહારાજ અને નરેન્દ્ર મોદીજીએ સૂત્ર છોડીને વિધિવત ઉદ્ઘાટન કર્યું. મહંતસ્વામી મહારાજ, પ્રધાનમંત્રી અને મહાનુભાવો નગરમાં પ્રવેશ કરી મુખ્યપથ પર પધાર્યા. પથની બંને બાજુ સેંકડો બાળકો અને યુવાનોએ સાંસ્કૃતિક પ્રસ્તુતિ દ્વારા સૌનું સ્વાગત કર્યું. સૌનું સ્વાગત ઝીલતાં મહાનુભાવો નગરના કેન્દ્ર સમાન પ્રમુખ વંદના સ્થળ પર પહોંચ્યા જ્યાં ૧૫ ફૂટની પીઠિકા પર વિરાજિત પ્રમુખસ્વામી મહારાજની ૩૦ ફૂટ ઊંચી નયનરમ્ય, દિવ્ય પ્રતિમા પર પ્રધાનમંત્રીએ પ્રમુખસ્વામી મહારાજને શ્રદ્ધાપૂર્ણ પુષ્પાંજલિ અર્પણ કરી.

“મારું સૌભાગ્ય છે કે આજે મને સત્સંગી બનવાનો અવસર મળ્યો છે. પ્રમુખસ્વામી મહારાજ મારા પિતા તુલ્યું.. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સભામાં મહાનુભાવોના ઉદ્ગારો :

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પ્રમુખ સ્વામી મહારાજના વૈશ્વિક કાર્યોનું સ્મરણ કરીને તેમને અંજલિ આપી, તેમણે કહ્યું: પ્રમુખસ્વામી મહારાજનો ઉત્સવ એ જન જન નો ઉત્સવ છે. નાત જાત, ધર્મ, દેશના ભેદભાવ જોયા વિના પ્રમુખસ્વામી મહારાજ એ તેમના જીવનની પળે પળ ખપાવી નાખી છે.

બ્રહ્મવિહારી સ્વામી; આજે નરેન્દ્ર ભાઇ એક વડાપ્રધાન તરીકે નહીં પરંતુ એક પુત્ર તરીકે આવ્યા છે અને તે બંને નું મિલન એ એક પિતા પુત્ર જેવું હતું.

માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી : “મારું સૌભાગ્ય છે કે આજે મને સત્સંગી બનવાનો અવસર મળ્યો છે. અહીં દિવ્યતાની અનુભૂતિ છે. સંકલ્પોની ભવ્યતા છે. આ નગરમાં સંસ્કૃતિ અને વારસાને આવરી લીધા છે. ભારતનો પ્રત્યેક રંગ અહીં દેખાય છે. સતોનું કલ્પના સામર્થ્ય છે. મહતસ્વામીના આશીર્વાદથી એટલું મોટું ભવ્ય આયોજન વિશ્વને પ્રભાવિત કરશે . આવનારી પેઢીને પ્રભાવિત કરશે. મારા પિતા તુલ્ય પ્રમુખસ્વામી મહારાજના દર્શન કરવા વિશ્વથી બધાં આવશે. યુનોએ શતાબ્દી ઊજવી તે બતાવે છે કે સ્વામીજીના વિચાર સાર્વભૌમિક છે, નગરમાં સમૃદ્ધ સંત પરંપરા. કોઈ પંથ માટે નહીં વસુધૈવ કુટ્ટુમ્બકમ ભાવના અહીં દેખાય છે. નાનપણમાં સ્વામીના દર્શનથી સારું લાગતું હતું. ૧૯૮૧ પહેલી વાર વ્યક્તિગત સ્વામીજીનો સત્સંગ થયો. સ્વામીજીએ અધ્યાત્મ અને વિજ્ઞાનનો અદ્ભુત સંયોગ સાધ્યો હતો. તેમણે નાત, જાત, અમીર, ગરીબ જેવા ભેદ ખતમ કરી દીધા. ચૂંટણીના નામાંકન માટે પ્રમુખસ્વામી હંમેશા મને પેન મોકલતા. તેઓ ૪૦ વર્ષ સુધી કુર્તા પાયજામાં પણ દર વર્ષે મને મોકલતા. અત્યારે પણ આ પરંપરા મહંત સ્વામી મહારાજે ચાલુ રાખી છે. પ્રમુખસ્વામી મહારાજ જ્યાં હશે ત્યાંથી આજે પણ મને જુએ છે. મુખ્ય મંત્રી તરીકે હંમેશા અક્ષરધામના શિખર દર્શન કરતો દિલ્લી અક્ષરધામ સ્વામીના મહાન શિષ્યત્વની તાકાત બતાવે છે. પ્રમુખસ્વામી મહારાજને સંત પરંપરા બદલી વિવેકાનંદ સ્વામી જેવું સેવાભાવના જીવન બનાવી છે. મંદિરો કે માધ્યમ્સે આપણી ઓળખ બનાવી. સંતોની ટ્રેનીંગ કેવી હોય તે જોવા સારંગપુર જવું. હું પણ સ્વયંસેવક છું. સાત્વિક વાતાવરણ અહીં છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર