Monday, September 23, 2024

નવયુગ ઇન્ટરનેશનલ પ્રીસ્કુલના નાના ભૂલકાઓનું મોટુ કામ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: નવયુગ ઇન્ટરનેશનલ પ્રીસ્કૂલ હંમેશા શિક્ષણની સાથે સાથે બાળકોમાં ભારતીય સંસ્કૃતિ અને સંસ્કારોનું સિંચન થાય એ માટે બાળકો દ્વારા અલગ અલગ પ્રવૃત્તિઓ થતી જ રહે છે જ્યારે દિવાળી નજીક આવી રહી છે ત્યારે નવયુગ ઇન્ટરનેશનલ પ્રીસ્કૂલના બાળકોમાં નાનપણથી જ એક સેવાભાવ ઉત્પન્ન થાય ઉપરાંત સમાજમાં જરૂરિયાતમંદ બાળકોને આપણે કઈ રીતે ઉપયોગી થઈ શકી એ ભાવના કેળવવા માટે દિવાળીની ઉજવણી જરૂરિયાત મંદ બાળકો સાથે મુલાકાત કરાવી અને તેમના હાથે જ નાના બાળકોને મીઠાઈ, કપડા તથા રમકડાની ભેટ આપીને એમની સાથે ઉજવણી કરી હતી.

આ ઉપરાંત બાળકોમાં નાનપણથી જ એક કૃતજ્ઞનતાની ભાવના પણ ઉત્પન્ન થાય તે માટે નાના ભૂલકાઓ દ્વારા કપડાં,નાસ્તો તેમજ બાળકોને ઉપયોગી ઘણીબધી વસ્તુઓ પોતાના ઘરેથી લઇ આવીને જરૂરિયાત મંદ બાળકોના ચહેરાઓ સ્મિતથી ઝળહળી ઉઠ્યા હતા.

નાના બાળકોના આ મોટા કામ થી વાલીઓમાં પણ ખુબ ઉત્સાહ જોવા મળ્યો હતો. તમામ બાળકોને સંસ્થાના પ્રમુખ પી. ડી. કાંજીયા તેમજ પ્રિન્સિપાલ ડૉ. મંજુ મેડમએ ખુબ બિરદાવ્યા હતા.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર