Friday, September 20, 2024

ટંકારામાં શ્રી રામ નવમી નીમીત્તે ભવ્ય ઉજવણી કરવામાં આવશે

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

ટંકારા : સમસ્ત હિન્દુઓના આરાધ્ય દેવ ભગવાન શ્રીરામની જન્મ જયંતિ નિમિત્તે આખા ભારતવર્ષમાં ભવ્ય ઉજવણી સાથે અનેક કાર્યક્રમો ભજન કીર્તન કરવામાં આવતા હોય છે ત્યારે ટંકારામાં સમસ્ત હિન્દુ ધર્મના ગ્રામજનોએ એક નેજા હેઠળ એકઠા થઈને આવતીકાલ રવિવારે ભગવાન રામ જન્મોત્સવ ઉજવવા અંગે બેઠક યોજી હતી.શહેરને ધ્વજા પતાકાથી સજાવી અયોધ્યા નગરી જેવો માહોલ ઉભો કરાયો છે.આજે રાત્રે તમામ ઘરોમાં દિવડા પ્રગટાવી નોમની સવારે એટલે કે આવતીકાલ રવિવારે ઘરના આંગણે આસોપાલવ તોરણિયા બાંધી શોભાયાત્રામાં જોડાશે.શોભાયાત્રામાં જોડાનાર ભકત સમુદાય માટે ફળાહારની વ્યવસ્થા તાલુકા ભાજપ પ્રમુખ દ્વારા કરવામાં આવી છે.

ટંકારામાં વર્ષો પછી સમસ્ત ગામ દ્વારા ભગવાન રામ જન્મોત્સવ ઉજવવામાં આવશે.ભગવાન રામનો જન્મદિવસ ચૈત્રી નોમના દિવસે હોય છે.રામ જન્મોત્સવ ઉજવવા ગત ગુરૂવારે રાત્રે શહેરના વાઘેશ્વરી મંદીરે નગરના તમામ હિંદુ સમાજના આગેવાનો અને કાર્યકરોની બેઠક મળી હતી.જેમા નગરમાં ઉત્સવ મનાવવાનુ નક્કી કરવામાં આવ્યું હતુ.સમગ્ર શહેરને ધ્વજા પતાકા લહેરાવી બજારો માર્ગો ઉપર રામ જન્મોત્સવ ઉજવવાના બેનરો લગાવી સુશોભિત કરવામાં આવતા અયોધ્યા નગરી જેવો માહોલ ઉભો કરી દેવાયો છે.બેઠકમાં રામના જયઘોષ સાથે શોભાયાત્રા સહિતના કાર્યક્રમોનું આયોજન કરવા અંગે અને ભૂતકાળમાં ક્યારેય ન ઉજવણી થઈ હોય એવી ઉજવણી કરવાનો એક સુર વ્યક્ત કરાયો હતો.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર