Sunday, September 22, 2024

ટંકારાની મેઘપર પ્રાથમિક શાળામાં ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

ટંકારા : ટંકારા તાલુકાની મેઘપર (ઝાલા) પ્રાથમિક શાળામાં ગુજરાત સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે વક્તૃત્વ સ્પર્ધા અને ગીત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 1 થી 8 ધોરણના 22 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો

ટંકારા તાલુકાના મેઘપર (ઝાલા) ગામની પ્રાથમિક શાળામાં ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી અંતર્ગત “ગુજરાતની ન થાય વાત” વિષય પર વક્તૃત્વ સ્પર્ધા, ગુજરાતના ગીતોની સ્પર્ધા, રાષ્ટ્ર નિર્માણ કલ્પના, કાઠિયાવાડી દુહા છંદ સ્પર્ધા અને બાળગીત સ્પર્ધાનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં 1 થી 8 ધોરણના 22 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લઈને ઉત્કૃષ્ઠ પ્રદર્શન કર્યું હતું જેમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર મેળવનાર વિદ્યાર્થીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ તકે શિક્ષકોએ પણ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર