ટંકારાના નેકનામ ગામે સરકારી જમીન પર કબજો કરનાર ત્રણ શખ્સો સામે લેન્ડ ગ્રેબીંગ હેઠળ ગુનો નોંધાયો
ટંકારા: ટંકારા તાલુકાના નેકનામ ગામે સરકારી ખરાબાની જમીન પર પોતાના અંગત ફાયદા સારુ ત્રણ શખ્સોએ સરકારી જમીન પર ગેરકાયદેસર બાંધકામ કરી કબજો/દબાણ કરી દુકાનો બનાવેલ છે. જેથી સરકારી જમીનમાં ગેરકાયદેસર કબજો કરનાર નેકનામ ગામના ત્રણ શખ્સો વિરુદ્ધ ટંકારા પોલીસ મથકે લેન્ડ ગ્રેબીંગ હેઠળ ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ ટંકાર મામલતદાર કેતન ગોવિંદભાઈ સખીયાએ આરોપી શક્તિસિંહ ઉર્ફે કૃષ્ણસિંહ ભાવુભા ઉર્ફે ભવાનસિંહ ઝાલા, યુવરાજસિંહ ઉર્ફે વિરેન્દ્રસિંહ ભાવુભા ઉર્ફે ભવાનસિંહ ઝાલા, કુલદિપસિંહ ઉર્ફે યશપાલસિંહ ભાવુભા ઉર્ફે ભવાનસિંહ ઝાલા રહે નં ૧ થી ૩ નેકનામ તા.ટંકારા વાળા વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ૧૫-૦૯-૨૦૨૨ પહેલા કોઈપણ સમયે ટંકારા તાલુકાના નેકનામ ગામે આરોપીઓએ એકબીજાએ મીલાપીપણુ કરી ટંકારા તાલુકાના નેકનામ ગામના સરકારી ખરાબાના સર્વે નં (ઝીરો) ચો.મી.૩૬-૦૦ સરકારી ખરાબાની જમીનમાં ગેરકાયદેસર બાંધકામ કરી કબજો / દબાણ કરેલ હોય, જમીનમાં સિમેન્ટના ગડદાની બે શટરવાળી નાની દુકાનો બનાવેલ હોય તેમા પોતાના અંગત ફાયદા સારૂ દુકાનનો ઉપયોગ કરીએ આજદિન સુધી કબ્જો ચાલુ રાખી કબ્જો કરેલ હોવાની ટંકારા મામલતદારે આરોપીઓ વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ ગુજરાત જમીન પચાવી પાડવા ઉપર (પ્રતિબંધ) અધિનિયમ-૨૦૨૦ ની કલમ-૩,૪(૩) તથા ૫ (ગ) મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.